ક્રાઇમ બ્રાંચ પોલીસે ઠંડો આથો, દેશી દારૂ તથા ભઠ્ઠીના સાધન સામગ્રી સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો.
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર ગામે રહેણાંક મકાનમાં એલસીબી પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી દેશી દારૂ બનાવવાની બંધ ભઠ્ઠી સાથે એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી, આ સાથે પોલીસે સ્થળ ઉઓરથી ઠંડો આથો, દેશી દારૂ તથા દારૂ બનાવવાની ભઠ્ઠીના સાધન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જ્યારે દેશી દારૂની ભઠ્ઠીનો મુખ્ય સંચાલક અને મકાન માલીક શખ્સ દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા તેને વોન્ટેડ જાહેર કરી ક્રાઇમ બ્રાંચ પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં કેસ નોંધાવી આગળની તપાસ ચલાવી છે.
મોરબી ક્રાઇમ બ્રાંચ પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળી કે સામાકાંઠા વિસ્તારમાં ત્રાજપર એસ્સાર પેટ્રોલપંપ પાછળના ભાગે રમેશ ઉર્ફે ધારો ટીડાણી પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવે છે, જેથી તુરંત ઉપરોક્ત રહેણાંક મકાને રેઇડ કરવામાં આવી હતી, રેઇડ દરમિયાન મકાનમાં આરોપી ભાવિનભાઈ દેવરાજભાઈ વૈશ્નાણી પટેલ ઉવ.૪૧ રહે.હાલ મોરબી-૨ પાવનપાર્ક-૩ ભાડેના મજનમાં મૂળરહે.વડાળી તા.ઉપલેટા વાળાની અટક કરવામાં આવી હતી, આ સાથે દેશી દારૂ બનનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૧૪૦ લીટર, દેશી દારૂ ૩૦ લીટર તથા બેરલ, બકળીયું, ચૂલો, સિલિન્ડર સહિત કુલ રૂ.૧૩,૭૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો, જ્યારે પકડાયેલ આરોપીની પૂછતાછમાં આરોપી રમેશ ઉર્ફે ધારો ગોપાલભાઈ ટીડાણીના કહેવાથી તેમજ રૂ.૬૦૦/-ના રોજ ઉપર દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ નું વેચાણ કરતો હોવાનું જણાવ્યું હતું, હાલ આરોપી રમેશ ઉર્ફે ધારો હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી આગળની તપાસની તજવીજ શરૂ કરી છે.