મોરબીના સામાકાંઠા વિસ્તારમાં માળીયા ફાટક પાસે આવેલ સુંદરમ એપાર્ટમેન્ટના છઠ્ઠા માળે સુનિલ નામનો રાજસ્થાની પોતાના રૂમમાં વિદેશી દારૂનો જથ્થો રાખી તેનું વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત રૂમે રેઇડ કરી હતી.
રેઇડ દરમિયાન બી ડિવિઝન પોલીસ ટીમે સુંદરમ એપાર્ટમેન્ટના ફ્લેટના રૂમમાંથી વિદેશી દારૂ ની અલગ અલગ બ્રાન્ડની ૮ બોટલ તથા બિયરના ૨૪ ટીન એમ કુલ રૂ.૨૦,૧૨૦/-નો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ સાથે પોલીસે મૂળ રાજસ્થાનના રતનાવત જી.ઉદેપુર વાળા આરોપી સુનિલભાઈ હેમરાજભાઈ મહેતા ઉવ.૩૩ ની સ્થળ ઉપરથી અટકાયત કરી હતી. હાલ પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસની તજવીજ શરૂ કરી છે.









