Wednesday, February 25, 2026
HomeGujaratમોરબી-૨: જૂની બોલાચાલીનો ખાર રાખી છુટ્ટા પથ્થરનો ઘા કરી યુવકનું માથું ફોડી...

મોરબી-૨: જૂની બોલાચાલીનો ખાર રાખી છુટ્ટા પથ્થરનો ઘા કરી યુવકનું માથું ફોડી નાખ્યું

મોરબી સામાકાંઠા વિસ્તારમાં કુબેર ટોકીઝ પાછળ યોગીનગરમાં પથ્થરનો છુટ્ટો ઘા કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં અગાઉની બોલાચાલીનું મનદુઃખ રાખી યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. હાલ ઇજાગ્રસ્તની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગત મુજબ, મોરબી-૨ યોગીનગર શેરી નં.૭ માં રહેતા ભાવેશભાઈ રતીલાલભાઈ અગેચાણીયા ઉવ.૩૦ ગત તા.૨૩/૦૨ના સાંજે પોતાના ઘર બહાર ખુરશીમાં બેઠા હતા ત્યારે સાત દિવસ પહેલા થયેલ બોલાચાલીનો ખાર રાખી આરોપી અનિલભાઈ સનુરા રહે.યોગીનગર મોરબી-૨ વાળો ત્યાં આવી ફરિયાદી ભાવેશભાઈના માથાના ભાગે છુટ્ટા પથ્થરનો ઘા કરી માથામાં ગંભીર ઇજા પહોંચાડી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત ભાવેશભાઈ તુરંત ખાનગી હોસ્પિટલ ખાતે સારવારમાં પહોંચ્યા જ્યાં, તેઓને માથાના ભાગે ટાકા તથા ફ્રેકચર જેવી ઇજાઓની સારવાર લીધી હતી. હાલ બી ડિવિઝન પોલીસે આરોપી સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!