મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે સામાકાંઠા વિસ્તારમાં સર્કિટ હાઉસ સામે મફતીયાપરામાં જાહેર ચોકમાં ગંજીપત્તાના પાના વડે પૈસાની હારજીતનો તીનપત્તિનો જુગાર રમતા રાકેશભાઈ ભુપતભાઇ સકેરા ઉવ.૨૦ રહે. સર્કિટ હાઉસ સામે મફતયાપરા મોરબી-૨, પ્રતાપભાઈ સવસીભાઈ દેલવાણીયા ઉવ.૨૮ રહે.હળવદ રોડ આઈટીઆઈ પાછળ મોરબી-૨ તથા વિજયભાઈ પરષોત્તમભાઈ વડોદરીયા ઉવ.૧૯ રહે. શકત શનાળા ગામ વાળાને રોકડા રૂ.૧,૨૦૦/- સાથે પકડી લઈ તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.









