Tuesday, May 6, 2025
HomeGujaratમોરબી-૨: કરિયાણાની દુકાનમાંથી ઈંગ્લીશ દારૂ-બિયરના જથ્થા સાથે વેપારીની અટક, સપ્લાયરની શોધખોળ

મોરબી-૨: કરિયાણાની દુકાનમાંથી ઈંગ્લીશ દારૂ-બિયરના જથ્થા સાથે વેપારીની અટક, સપ્લાયરની શોધખોળ

દારૂની ૩૦ બોટલ, બિયરના ૫૪ ટીન મળી કુલ રૂ.૪૨,૭૫૦/-નો મુદ્દામાલ જપ્ત.

- Advertisement -
- Advertisement -

મોરબી શહેરના ભડીયાદ રોડ ઉપર હરિઓમ સોસાયટીમાં આવેલ ઉમિયા કરિયાણાની દુકાનમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો રાખી ગેરકાયદેસર રીતે વેપલો કરતા દુકાન-માલીકને બી ડિવિઝન પોલીસ દ્વારા રેઇડ કરી ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પકડાયેલ આરોપી દ્વારા દારૂ-બિયરનો જથ્થો આપનારના નામની કબુલાત આપતા, પોલીસે આરોપી બુટલેગરને ફરાર દર્શાવી, બન્ને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે મોરબી-૨ ભડીયાદ રોડ ઉપર હરિઓમ સોસાયટીમાં આવેલ ઉમિયા કરિયાણાની દુકાનમાં દરોડો પાડ્યો હતો, ત્યારે પોલીસે કરિયાણાની દુકાનમાંથી ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સની ૩૦ બોટલ કિ.૩૩,૦૦૦/-તથા બિયર ટીન નંગ ૫૪ કિ.રૂ.૯,૭૨૦/- એમ કુલ મળી રૂ.૪૨, ૭૨૦/- સાથે આરોપી ઈશ્વરભાઈ બાવજીભાઈ ફુલતારીયા ઉવ.૫૬ રહે. હરિઓમ સોસાયટી ભડીયાદ રોડ મોરબી-૨ વાળાની અટક કરી હતી, ત્યારે પકડાયેલ આરોપી ઇશ્વરભાઈને આ વિદેશી દારૂ બિયરનો જથ્થો મુસ્તાક સોલંકી મોરબી વાળો આપી ગયો હોવાની કબૂલાત આપતા, પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!