મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે સામાકાંઠા વિસ્તારમાં અલગ અલગ બે સ્થળોએથી વિદેશી દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને ઈંગ્લીશ દારૂની કુલ ત્રણ નંગ બોટલ સાથે ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં મહેન્દ્રનગર ચોકડી ખાતે જાહેરમાં પ્લાસ્ટિકની થેલીમાં વિદેશી દારૂ ઓલ્ડ સિઝન ગોલ્ડ કલેક્શન વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૬૯૫/- સાથે આરોપી ભાવેશભાઈ હીરાભાઈ ચૌધરી ઉવ.૨૩ રહે.ઉમા રેસિડેન્સી બ્લોક ઈ-૧૩ મૂળ રહે.વરીઠા તા.વાવજી જી.વાવ-થરાદ વાળાને ઝડપી લેવાયો હતો, જ્યારે શક્તિ ચેમ્બર નજીક શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકની થેલીમાં કઈક છુપાવતો જઈ રહેલા આરોપી જયદીપભાઈ મોહનભાઇ સોલંકી ઉવ.૧૯ રહે. મોરબી-૨ સરાણીયાવાસ વાળાને રોકી તેની પાસે રહેલ થેલીમાં તલાસી લેતા વાઈટ લેસ વોડકા લખેલ વિદેશી દારૂની ૨ બોટલ કિ.રૂ.૭૫૦/- મળી આવી હતી, હાલ બી ડિવિઝન પોલીસે અલગ અલગ સ્થળેથી આરોપીઓની અટક કરી બંને વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.