મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન જુદા જુદા બે દરોડામાં મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક શંકાસ્પદ હાલતમાં ઉભેલા બે અલગ-અલગ ઇસમને ઝડપ્યા હતા. તે બંને આરોપી પાસેથી ઈંગ્લીશ દારૂની એક-એક બોટલ મળી આવી હતી. જેથી બી ડિવિઝન પોલીસે બંને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન મોરબી-૨ મહેન્દ્રનગર ચાર રસ્તા ઇન્ડિયન ઓઈલ પેટ્રોલ પંપ પાસે એક શખ્સ હાથમાં પ્લાસ્ટિકની થેલીમાં કંઇક છુપાવતા રોડ સાઇડ ઊભેલો જોવા મળ્યો હતો. પોલીસે તેની થેલી તપાસતાં, ઈંગ્લીશ દારૂની ઓલ સિઝન્સ ગોલ્ડ કલેક્શન રીઝર્વ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૧,૪૦૦/- મળી આવી હતી. જેથી આરોપી રાજેશભાઈ ઉર્ફે રાજુભાઈ મમુભાઈ અખીયાણી ઉવ.૩૧ મોરબી-૨ સીરામીક સીટી અવધ એપાર્ટમેન્ટ મૂળરહે. મોટી હમીરપર-૧ તા. રાપર, જી. કચ્છ વાળાની અટક કરી તેની સામે પ્રોહી.એક્ટ કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.
બીજા દરોડાની કાર્યવાહી દરમિયાન મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક આરોપી કરણભાઈ ઉર્ફે રવિ ભોજાભાઈ પરમાર ઉવ.૨૦ રહે. સરાણીયાવાસ મોરબી-૨ વાળા પાસેથી ઈંગ્લીશ દારૂની બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની એક બોટલ કિ.રૂ.૧,૮૦૦/-મળી આવી હતી. જેથી બી ડિવિઝન પોલીસે આરોપીની અટક કરી પ્રોહી.હેઠળ ગુનો નોબધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.