મોરબી ક્રાઇમ બ્રાંચ ટીમ દ્વારા સામાકાંઠા વિસ્તારમાં ઇન્દિરાનગર નજીક મફતિયાપરાના રહેણાંક મકાનમાં દરોડો પાડી દેશી દારૂ તથા દારૂ ગાળવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથાનો ૨૦૦ લીટરનો જથ્થા સાથે મહિલા આરોપી સામે કાર્યવાહી કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મોરબી-૨ માં ઇન્દીરાનગર વિસ્તારમાં આવેલ મફતિયાપરાના રહેણાંક મકાનમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા રેઇડ કરતા દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૨૦૦ લીટર તથા ૧૦ લીટર દેશી દારૂ એમ કુલ કિ.રૂ.૭,૦૦૦/- સાથે મહિલા આરોપી મધુબેન ઉમેશભાઇ જગમાલભાઇ અદગામા ઉવ-૩૫ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે.