મોરબી એલસીબી પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે ઇન્દિરાનગર મફતીયાપરા વિસ્તારમાં મહિલા બુટલેગરના રહેણાંક મકાને દરોડો કરી દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો ૯૦૦ લીટર તેમજ તૈયાર દેશી દારૂ ૬૦ લીટર એમ કુલ રૂ. ૩૪,૫૦૦/-ના મુદ્દામાલ સાથે આરોપી મહિલાની અટકાયત કરવામાં આવી હતી.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઇન્દિરાનગર મફતીયાપરામાં રહેતી શોભનાબેન મુકેશભાઈ ગોરધનભાઇ સુરેલા ઉવ.૨૫ પોતાના રહેણાંક મકાનમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવી તેની વેચાણ કરે છે, જે મુજબની બાતમી મોરબી ક્રાઇમ બ્રાંચ તથા પેરોલ ફર્લો સ્ક્વોડ ટીમને મળી હતી. જેથી તુરંત ઉલરોકટ સ્થળે રેઇડ કરતા જ્યાં મકાનના ફળીયા માંથી ૪૫ કેરબામાં ભરેલ ૯૦૦ લીટર ઠંડો આથો કિ.રૂ.૨૨,૫૦૦/-તથા ૧૦ કેરબામાં ભરેલ ૬૦ લીટર તૈયાર દેશી દારૂ કુ.રૂ.૧૨,૦૦૦/- સહીત કુલ ૩૪,૫૦૦/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેથી તુરંત મહિલા આરોપી શોભનાબેન સુરેલાની અટકાયત કરવામાં આવી તેની વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાવી ક્રાઇમ બ્રાંચ ટીમે આગળની તપાસ ચલાવી છે.









