Thursday, March 19, 2026
HomeGujaratમોરબી-૨: શેરીમાં પાણી ઢોળવા બાબતે મહિલા ઉપર હુમલો, ત્રણ પાડોશી સામે ફરિયાદ

મોરબી-૨: શેરીમાં પાણી ઢોળવા બાબતે મહિલા ઉપર હુમલો, ત્રણ પાડોશી સામે ફરિયાદ

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર વિક્રમવાડીમાં પાણીથી શેરી ધોતા હોય ત્યારે તે પાણી પડોશીના ઘર પાસે આવતા પાડોશી પરિવારની બે મહિલા સહિત ત્રણ વ્યક્તિઓએ મહિલા સાથે બોલાચાલી કરી ધોકા તથા ઢીકાપાટુનો માર માર્યો હતો. હાલ બોગ બનનાર મહિલાની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે ત્રણ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી-૨ વિદ્યુતનગરમાં વિક્રમવાડીમાં રહેતા શારદાબેન ટીકુભાઈ થરેશા ઉવ.૫૦ એ પાડોશી પરિવારના આરોપી મુળુભાઈ, મુળુ ભાઈની પત્ની પુરીબેન તથા મુળુભાઈના દીકરા અશોકભાઈની પત્ની એમ ત્રણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે, તા.૧૬/૦૩ના રોજ સવારે અગિયાર વાગ્યાની આસપાસ ફરિયાદી શારદાબેન પાણીથી શેરી ધોઈ રહ્યા હતા, ત્યારે આ પાણી આરોપીના ઘર પાસે શેરીમાં આવતા, પાડોશી પરિવારના આરોપી મુળુભાઈ તથા તેમના પત્ની પુરીબેને અને તેમના દીકરાના પત્ની એમ ત્રણેય શારદાબેનને લાકડાનો ધોકો તથા ઢીકા પાટુનો માર મારી ઇજાઓ પહોંચાડી હતી. ત્યારે બી ડિવિઝન પોલીસે ત્રણેય આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!