મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વેજીટેબલ રોડ ઉપર ભાગ્યલક્ષ્મી સોસાયટીના ગેટ પાસે પ્લાસ્ટિકની થેલી લઈને શંકાસ્પદ હાલતમાં ઉભેલ યુવકને બી ડિવિઝન પોલીસ દ્વારા રોકી પ્લાસ્ટિકની થેલીમાં તપાસ કરતા તેમાંથી ઈંગ્લીશ દારૂ બ્લેન્ડર પ્રાઇડ વહીસ્કીની બે બોટલ મળી આવી હતી, જેથી આરોપી અભિજીતસિંહ વિરેન્દ્રસિંહ ઝાલા ઉવ.૨૮ રહે.વેજીટેબલ રોડ ભાગ્યલક્ષ્મી સોસાયટી મોરબી-૨ વાળાની અટકાયત કરવામાં આવી છે, હાલ આરોપી સામે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી. એક્ટ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.









