Thursday, March 12, 2026
HomeGujaratમોરબી:એસપી રોડ પાછળથી દેશી દારૂ બનાવવાનો ૨૦૦ લીટર ઠંડો આથો ઝડપાયો, આરોપી...

મોરબી:એસપી રોડ પાછળથી દેશી દારૂ બનાવવાનો ૨૦૦ લીટર ઠંડો આથો ઝડપાયો, આરોપી મામા-ભાણેજ નાસી છૂટ્યા

મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે એસપી રોડ પાછળ બોરીયા પાટી વિસ્તારમાં બાવળની કાંટમાંથી દેશી દારૂ બનાવવાનો ઠંડો આથો લીટર ૨૦૦ ઝડપી લેવામાં આવ્યો હતો. પોલીસને દૂરથી આવતા જોઈ આરોપી મામા-ભાણેજ નાસીભાગી ગયા હતા.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો મુજબ, શહેર પોલીસને બાતમી મળી જે, વજેપર શેરી નં. ૨૩ માં રહેતા સુરેશ ઉર્ફે સુડો લક્ષ્મણભાઇ થરેશા અને તેનો ભાણેજ રાજભાઈ ઉર્ફે જીગલો ભીમજીભાઈ આદ્રેશા એસપી રોડ ઓઅછલ બોરીયા પાટી વિસ્તારમાં બાવળની કાંટમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ચલાવે છે, જેથી તુરંત પોલીસે ત્યાં રેઇડ કરી હતી, ત્યારે પોલીસને દૂરથી જોઈ બન્ને આરોપી મામા-ભાણેજ બાવળની કાંટની આડમાં નાસી છૂટ્યા હતા. દરોડા દરમિયાન પોલીસે સ્થળ ઉઓરથી ૨૦૦ લીટર દેશી દારૂ બનાવવા ઉપયોગમાં લેવાતો ઠંડો આથો કિ.રૂ.૫,૦૦૦/- કબ્જે લઈ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!