Tuesday, September 23, 2025
HomeGujaratમોરબી: ઔદ્યોધિક ભરતી મેળામાં જીલ્લા સહિત રાજ્યના ૨૨૩ ઉમેદવારોની પસંદગી

મોરબી: ઔદ્યોધિક ભરતી મેળામાં જીલ્લા સહિત રાજ્યના ૨૨૩ ઉમેદવારોની પસંદગી

મોરબી જીલ્લા રોજગાર કચેરી દ્વારા આઇ.ટી.આઇ મહેન્દ્રનગર ખાતે ભરતીમેળાનું તા.૧૮ સપ્ટે.૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. આ ભરતીમેળામાં અદાણી ગ્રુપની જુદી- જુદી કંપનીઓની અંદાજે ૨૩૫ જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ ભરતીમેળામાં મોરબી અને ગુજરાતનાં અલગ અલગ જીલ્લાઓમાંથી કુલ ૪૮૩ જેટલા ઉમેદવારોએ ભાગ લીધો હતો. સૌપ્રથમ અદાણી ગ્રુપના અધિકારીઓ દ્વારા જુદી-જુદી જગ્યાઓ માટે જરૂરી લાયકાત, પગાર તથા સુવિધાઓ અંગે ઉમેદવારોને વિગતવાર માહિતી આપવામાં આવી હતી. રોજગાર અધિકારી દ્વારા વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી અને અદાણી કંપની વિશે અને ભવિષ્યના અલગ અલગ કાર્યક્ષેત્ર વિશે વિદ્યાર્થીઓને ઇન્ટારવ્યું આપવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ રોજગારવાંચ્છુઓની ઈન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

આ તબક્કે કુલ ૨૨૩ ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી ૫ ઉમેદવારોને જીલ્લા રોજગાર અધિકારીનાં હસ્તે સિલેકશન લેટર આપવામાં આવ્યા હતા. અદાણી કંપનીના અધિકારીએ ગુજરાત સરકાર તથા જીલ્લા રોજગાર કચેરી મોરબીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ પ્રકારના ભરતીમેળા દ્વારા સ્થાનિક યુવાઓને રોજગારીની તક પુરી પાડવા સરસ પ્રયત્નો કરાઈ રહ્યા છે, જેથી ઉદ્યોગોને પણ જરૂરી માનવબળ ઉપલબ્ધ થઈ રહ્યું છે. આ તબક્કે રોજગાર કચેરી મોરબી દ્વારા ઉમેદવારોને રિફ્રેશમેંટની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી. પસંદગી પામેલ ઉમેદવારોએ ગુજરાત સરકારનો અભાર વ્યક્ત કર્યો હતો. જીલ્લા રોજગાર અધિકારી એમ.એન.સવનિયાએ જણાવ્યું કે, અગામી સમયમાં પણ વિવિધ નોકરીદાતાઓ માટે જુદા જુદા સ્થળોએ ભરતીમેળાનું આયોજન કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી રોજગાર કચેરી તેમજ મોરબી આઇ.ટી.આઇના સ્ટાફે ભારે જહેમત ઉઠાવેલ હતી તેવું મોરબી જીલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!