Sunday, June 1, 2025
HomeGujaratમોરબી: મનુપાર્કના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩ બોટલ ઝડપાઈ:બુટલેગરની શોધખોળ

મોરબી: મનુપાર્કના રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની ૩ બોટલ ઝડપાઈ:બુટલેગરની શોધખોળ

મોરબી શહેરના કંડલા બાયપાસ તુલસી પાર્ક બાજુમાં મનુપાર્કના જયેશભાઇ પિતરોડાએ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો વેચાણ અર્થે રાખ્યો હોવાની મળેલ બાતમીને આધારે એ ડિવિઝન પોલીસ ટીમે રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન ઉપરોક્ત ઘરમાંથી વિદેશી દારૂ મેજીક મુવમેન્ટ વોડકાની ૩૭૫મીલી.ની એક શીલપેક તેમજ એક ૩૭૫મીલી. બોટલમાં ૨૦૦મીલી. પ્રવાહી ભરેલ તેમજ અન્ય એક રોયલ સ્ટગ વ્હિસ્કીની ૭૫૦મીલી. બોટલમાં ૨૦૦મીલી. વિદેશી દારૂ ભરેલ બોટલ એમ એક શીલપેક તથા બે બોટલના ઢાંકણા ખૂલેલ એમ કુલ ત્રણ બોટલ કિ.રૂ.૫૦૦/- પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવી છે. જ્યારે મકાન માલીક આરોપી જયેશભાઇ ભુદરભાઈ પિત્રોડા પોલીસની રેઇડ દરમિયાન હાજર નહિ મળી આવતા તેને આ કેસમાં ફરાર જાહેર કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!