Saturday, April 27, 2024
HomeGujaratમોરબી : રણછોડનગરમાં જુગાર રમતા ૩ મહિલા સહિત ૬ ઝડપાયા

મોરબી : રણછોડનગરમાં જુગાર રમતા ૩ મહિલા સહિત ૬ ઝડપાયા

મોરબી બી ડીવીઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય દરમ્યાન આજરોજ રણછોડનગરમાં ગરબી ચોક પાસે રહેતા શબાનાબેન સતારભાઈ શેખ બહારથી મહિલાઓ તથા માણસોને બોલાવી જુગારનો અખાડો ચલાવતી હોવાની બાતમીના આધારે દરોડો પાડી સ્થળ પરથી જુગાર રમતા શબાનાબેન સતારભાઈ શેખ, ભાવનાબેન સુધીરભાઈ ઠાકર, ક્રિષ્નાબેન પ્રફુલભાઇ પરમાર, રાહુલભાઈ કમલેશભાઈ જોગીયાણી, નિલેશભાઈ મનસુખભાઈ જોગેલા તથા રાજુભાઈ ઉર્ફે રાજીયો ખીમજીભાઈ પરમારને રોકડા રૂ.૨૭,૧૦૦/- સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

આ કામગીરીમાં પો.હેડ.કોન્સ. ભગવાનભાઇ ખટાણા, દિનેશભાઇ બાવળીયા, અ.પો.કોન્સ. ભગીરથભાઇ લોખીલ, પો.કોન્સ. ઈકબાલભાઈ સુમરા, કેતનભાઇ અજાણા, મહિલા પો.કોન્સ. વનિતાબેન સીચાણદા, મહિલા અ.પો.કોન્સ. હેતલબેન વિંઝુડા સહિતનાઓ રોકાયેલા હતાં.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!