મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના આલાપ રોડથી એસપી રોડના નાકા નજીક એક શંકાસ્પદ હાલતમાં બિનવારસી એકટીવા રજી.નં. જીજે-૩૬-એકે-૯૫૪૨ ની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ સ્ટગની ૧૮૦મીલી.ની ત્રણ નંગ બોટલ કિ.રૂ.૫૪૦/-મળી આવી હતી. જેથી પોલીસે એકટીવા તથા વિદેશી દારૂ સહિત રૂ.૩૦,૫૪૦/-નો મુદ્દામાલ જપ્ત કરી, આરોપી મોપેડ માલીક સહિત તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









