Wednesday, December 25, 2024
HomeGujaratમોરબી : ૩૨માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વાહનચાલકોનો મેડીકલ કેમ્પ...

મોરબી : ૩૨માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી અંતર્ગત વાહનચાલકોનો મેડીકલ કેમ્પ યોજાયો

૩૨માં રાષ્ટ્રીય માર્ગ સલામતિ માસની ઉજવણી-૨૦૨૧ના ભાગરૂપે મોરબી જિલ્લાના પોલીસ અધિક્ષક એસ. આર. ઓડેદરાની સુચના તથા માર્ગદર્શન હેઠળ નાયબ પોલીસ અધિક્ષક એચ. એન. ઉપધ્યાય એસ.સી.એસ.ટી સેલ, મોરબી ટ્રાફિક શાખાના પોલીસ ઇન્સ. જે. એમ. આલ તથા પો. સબ. ઇન્સ. બી. વી. ઝાલા તેમજ મોરબી આર.ટી.ઓ અધિકારી જી. કે. પટેલ તથા બી. એ. સીંગાડા (મોરબી સીવીલ હોસ્પિટલ ડોકટર) તેમજ ૧૦૮ની ટીમ સાથે આજે તા. ૧૬ના રોજ માર્ગ સલામતી માસ ઉજવણી અંતગર્ત મેડીકલ ચેકઅપનો કાર્યક્રમ મોરબી શનાળા પોલીસ ચોકી ખાતે યોજવામાં આવેલ હતો.જ્યાં રોડ પર આવતા-જતા વાહન રીક્ષા, ટેમ્પો, મીની બસ વિગેરેના વાહનચાલકોને નિ-શુલ્ક મેડિકલ ચેકઅપ કરી તેમનુ બ્લડ પ્રેસર, સુગર તેમજ અન્ય આરોગ્ય અંગેની તપાસણી કરી માર્ગદર્શન પત્રિકાઓનું વિતરણ કરવામાં આવેલ હતું. આ હેલ્થ ચેકઅપ કેમ્પમા આશરે ૯૦ ડ્રાઇવર તપાસમાં આવેલ હતા તથા રીક્ષાઓમાં રિફ્લેક્ટર તથા ટી નંબર લખાવવાની કામગીરી કરવામાં આવી હતી.

- Advertisement -
- Advertisement -

વધુમાં, આ કાર્યક્રમ દરમિયાન 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સર્વિસનો ડેમો આપીને ડ્રાઇવરને માહિતગાર કરવામાં આવ્યા કે ૧૦૮ ઇમરજન્સી સેવા કઇ રીતે સેવા પૂરી પાડે છે. આ કાર્યકમ દરમિયાન ડી.વાય.એસ.પી. ઉપાધ્યાય, આરટીઓનાં જીગરભાઈ, આરટીઓ ઇન્સ્પેકટર સૈયદભાઈ, ટ્રાફિક પી.એસ.આઈ. બી. વી. ઝાલા, ૧૦૮ના સુપરવાઈઝર વિરાટ પંચાલ, અન્ય આરટીઓનાં કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, સિવિલ સ્ટાફ તેમજ 108નો સ્ટાફ હાજર રહેલ હતો.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!