Wednesday, November 27, 2024
HomeGujaratમોરબી:અચાનક છાતીમાં અસહ્ય દુખાવા બાદ ૩૮ વર્ષીય યુવકનું મૃત્યુ નીપજ્યું

મોરબી:અચાનક છાતીમાં અસહ્ય દુખાવા બાદ ૩૮ વર્ષીય યુવકનું મૃત્યુ નીપજ્યું

સારવાર મળે તે પહેલાં યુવકે અંતિમ શ્વાસ લીધા

- Advertisement -
- Advertisement -

મોરબીના લાલપર ગામે ફાયનાન્સની ઓફિસમાં ૩૮ વર્ષીય યુવક હાજર હોય તે દરમિયાન યુવકે છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હોય ત્યારે સાથેના સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડતા ડોક્ટરે જોઈ તપાસી યુવકને મૃત જાહેર કરવામાં આવતા પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ રિષભનગરમાં રહેતા ગિરિરાજસિંહ લખુભા ઝાલા ઉવ.૩૮ ગઈકાલ તા.૨૬/૧૧ના રોજ લાલપર ગામે આવેલ ઈશાન સીરામીક ઝોન વિંગ સી શ્રીરામ ફાયનાન્સની ઓફિસે હતા તે દરમિયાન અચાનક તેઓને છાતીમાં અસહ્ય દુખાવો ઉપડતા તેઓને સારવાર અર્થે વિપુલભાઈ જાડેજા સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, ત્યારે ફરજ પર હાજર ડોક્ટરે ગિરિરાજસિંહને જોઈ તપાસી મરણ ગયાનું જાહેર કર્યું હતું, મૃત્યુના બનાવ અંગે પોલીસને જાણ કરતા પોલીસે ઇન્કવેસ્ટ પંચનામું સહિતની કાર્યવાહી હાથ ધરી તાલુકા પોલીસ ખાતે અ.મોતની નોંધ રજીસ્ટર કરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!