Thursday, January 22, 2026
HomeGujaratમોરબી: અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ આયોજિત સમૂહ લગ્નમાં ૪૧ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

મોરબી: અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ આયોજિત સમૂહ લગ્નમાં ૪૧ દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા

મોરબી શહેરમાં સતત સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા પોતાની અલગ ઓળખ ઉભી કરનાર અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા ચતુર્થ સર્વજ્ઞાતિય સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમૂહ લગ્નોત્સવ ગત તારીખ ૨૦ જાન્યુઆરીના રોજ ખોખરાધામ મંદિર ખાતે યોજાયા હતા. જેમાં ૪૧ નવદંપતિઓએ વૈવાહિક જીવનમાં પ્રભુતામાં પગલા માંડ્યા હતા.

- Advertisement -
- Advertisement -

આ સમૂહ લગ્નોત્સવમાં જયશ્રીકાનંદ ગીરી (ગોંડલ પુનીમાં આશ્રમ), દમયંતીબેન જાની (શિવ પુરાણ પ્રવક્તા), પ્રભુચરણદાસ (પ્રભુચરણ આશ્રમ), મુકેશ ભગત, નાથાભાઈ તથા અનુબેન સેવક (રામધન આશ્રમ) સહિતના સાધુ-સંતો અને સેવકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ બ્રિજેશભાઈ મેરજા (પૂર્વ રાજ્યકક્ષાના મંત્રી), લઘધીરકા મેડમ (પીઆઈ, મહિલા પોલીસ), દિલીપભાઈ અગેચણીયા (પ્રમુખ, મોરબી બાર એસોસિએશન), ભાવેશભાઈ કંઝારીયા (મહામંત્રી, મોરબી શહેર ભાજપ), રામભાઈ મહેતા સહિતના સમાજના અગ્રણીઓએ પોતાની હાજરીથી કાર્યક્રમને ગૌરવ આપ્યું હતું.

ખાસ કરીને શ્રી શ્રી ૧૦૦૮ મહા મંડલેશ્વર કન્કેશ્વરી દેવીજી (હરીહરધામ, ખોખરા) તથા ભાવેશ્વરી માતાજી (રામધન આશ્રમ) દ્વારા તમામ દીકરીઓને શુભેચ્છા સંદેશ પાઠવી આશીર્વચન આપવામાં આવ્યા હતા. સમૂહ લગ્નોત્સવ દરમિયાન તમામ ૪૧ દીકરીઓને દાતાઓના સહયોગથી સોના-ચાંદી સહિત ૧૦૦થી વધુ ઘર ઉપયોગી અને આવશ્યક આઈટમો ભેટરૂપે આપવામાં આવ્યા હતા. આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલ અને તેમની સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. સફળ આયોજન બદલ દાતાઓ તથા સહયોગ આપનાર તમામ મહાનુભાવોને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા મોરબી શહેરમાં વર્ષ દરમિયાન તહેવારો તથા વિવિધ પ્રસંગોએ વિશિષ્ટ સેવાકીય પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. માત્ર ૫ દીકરીઓના પ્રથમ સમૂહ લગ્નથી શરૂ થયેલી આ સેવાની પરંપરા આજે ૪૧ દીકરીઓ સુધી પહોંચી છે અને અત્યાર સુધીમાં કુલ ૭૮ દીકરીઓના સમૂહ લગ્ન અનસ્ટોપેબલ વોરિયર્સ ગ્રુપ દ્વારા કરાવવામાં આવ્યા છે. ખાસ કરીને આ સમૂહ લગ્નોત્સવમાં માં-બાપ વિનાની તેમજ પછાત અને જરૂરિયાતમંદ પરિવારોમાંથી આવતી દીકરીઓને પ્રાથમિકતા આપવામાં આવી છે, જે સમાજ માટે પ્રેરણારૂપ કાર્ય બની રહ્યું છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!