મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે લાતી પ્લોટ શેરી નં. ૭ માં રહેણાંક ઓરડીમાં રેઇડ કરી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૪૮ બોટલ ઝડપી લેવામાં આવી હતી. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા, તેને ફરાર જાહેર કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે, શાહરુખ ખોડ રહે. લાતી પ્લોટ શેરી નં.૮ મોરબી વાળો લાતી પ્લોટ શેરી-૭માં પોતાના ભોગવટા વાળી ઓરડીમાં ઈંગ્લીશ દારૂનું વેચાણ કરે છે, જેથી તુરંત ઉપરોક્ત સ્થળે દરોડો પાડ્યો હતો, દરોડા દરમિયાન ઓરડીમાંથી વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઇડ અને ૮ પીએમ વ્હિસ્કીની કુલ ૪૮ બોટલ કિ.રૂ.૨૪,૦૦૦/- મળી આવી હતી. જ્યારે આરોપી શાહરુખ હાજીભાઈ ખોડ હાજર નહિ મળી આવતા, તેને પોલીસે ફરાર જાહેર કર્યો હતો. હાલ સીટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર આરોપીને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.