મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મળેલ બાતમીને આધારે સેન્ટમેરી સ્કૂલ પાછળ જલારામ એપાર્ટમેન્ટમાં બુટલેગરના રહેણાંકમાં રેઇડ કરતા, વિદેશી દારૂની ૪૮ બોટલ ઝડપી લેવામાં આવી હતી, દરોડા દરમિયાન આરોપી સ્થળ ઉપર હાજર મળી ન આવતા, તેને ફરાર દર્શાવી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, મોરબી શહેરના રણછોડનગર વિસ્તારમાં જલારામ એપાર્ટમેન્ટના પહેલા માળે રહેતા સાગર પલાણે પોતાના રહેણાંકમાં વિદેશી દારૂનો જથ્થો રાખ્યો હોવાની બાતમીને આધારે બી ડિવિઝન પોલીસે ઉપરોક્ત રહેણાંકમાં રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની અલગ અલગ બે બ્રાન્ડની ૪૮ નંગ બોટલ કિ.રૂ.૬૪,૮૦૦/-મળી આવી હતી, જ્યારે આરોપી સાગરભાઈ કાંતિભાઈ પલાણ દરોડા દરમિયાન હાજર નહિ મળી આવતા, પોલીસે વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી, ફરાર આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે