મોરબી સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર ચાર રસ્તા નજીક લકઝીયરીયર્સ એપાર્ટમેન્ટ ચોથા માળે આવેલ ઓફિસમાં ધમધમતા જુગારધામ ઉપર બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા રેઇડ કરી ૬ જેટલા ઇસમોને તીનપત્તિનો જુગાર રમતા ઝડપી લેવામાં આવ્યા છે, આ સાથે પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧.૦૪ લાખ કબ્જે કરી જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમને ખાનગીરાહે મળેલ બાતમીને આધારે મહેન્દ્રનગર ચાર રસ્તા પાસે લઝરીયર્સ એપાર્ટમેન્ટ ચોથો માળ ઓફિસ નં.૪૨૯ માં રેઇડ કરી હતી, જ્યાં ગંજીપાનાના પત્તા વડે જુગાર રમતા જયદીપકુમાર કરમશીભાઇ હડવદીયા ઉવ.૩૩ રહે.આલાપ પાર્ક શેરી નં.૧૪ રવાપર રોડ મોરબી, પ્રથમભાઇ દેવાયતભાઇ ખાડેખા ઉવ.૨૨ રહે.શ્રીરામ પાર્ક સમજુબા સ્કુલની સામે નાની વાવડી ગામ તા.જી.મોરબી, જયભાઇ રાજુભાઇ કાંજીયા ઉવ.૨૨ રહે.ગોકુલ એપાર્ટમેન્ટ બ્લોક નં.૨૦૧ પંચાસર રોડ મોરબી, દિપભાઇ કમ્લેશભાઇ કાંજીયા ઉવ.૨૦ રહે.નવજીવન સોસાયટી બ્લોક નં.૨૦૪ આલાપ રોડ મોરબી, સાવનભાઇ ધીરજલાલ સોરીયા ઉવ.૩૦ રહે. ગામ જુના ઘુટુ તા.જી.મોરબી તથા યશભાઇ રમેશભાઇ કાંજીયા ઉવ.૨૭ રહે.રામકો બંગ્લોઝ બ્લોક નં.૫૦૧ લીલાપર રોડ મોરબી વાળાને રોકડા રૂ.૧,૦૪,૦૦૦/- સહિતના મુદામાલ સાથે મળી આવતા તમામ આરોપીઓની અટક કરી જુગારધારા મુજબ ગુન્હો દાખલ કરેલ છે.