Friday, December 20, 2024
HomeGujaratમોરબી:વધુ ૬ બોગસ ડોક્ટરોની ધરપકડ: હળવદમાં ૫ અને ટંકારામાં ૧ ડોક્ટર પકડાયા

મોરબી:વધુ ૬ બોગસ ડોક્ટરોની ધરપકડ: હળવદમાં ૫ અને ટંકારામાં ૧ ડોક્ટર પકડાયા

હળવદ અને ટંકારામાં બોગસ ડોક્ટરો પર પોલીસની કાર્યવાહી: જનતાના આરોગ્ય સાથે ચેડા કરનાર ડોક્ટરો સામે કાયદેસરના પગલા

- Advertisement -
- Advertisement -

રાજકોટ રેન્જ આઈ.જી. અશોકકુમાર યાદવના માર્ગદર્શન હેઠળ અને મોરબી પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સૂચના મુજબ મોરબી જીલ્લામાં ડીગ્રી વિનાના ડોક્ટરોને પકડી પાડવાના અભિયાનના ભાગરૂપે અગાઉ ત્રણ બોગસ તબીબની અટકાયત કરવામાં આવી હતી જે બાદ ગઈકાલે હળવદ અને ટંકારા પોલીસે બે અલગ અલગ દરોડા કરીને ૬ બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા છે. જેમાં હળવદમાં પાંચ અને ટંકારામાં એક ડોક્ટર કોઈ પ્રકારની તબીબી ડીગ્રી વિના લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હતા. પોલીસે એલોપેથી દવાઓ, ઈન્જેકશન, બોટલો સહિત કુલ રૂ. ૧.૮૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

હળવદ પોલીસ દ્વારા બોગસ ડોક્ટરોને પકડી પાડવાની કાર્યવાહીની મળતી વિગતો અનુસાર હળવદ પોલીસે પૂર્વ બાતમીને આધારે તાલુકાના અલગ અલગ ગામડાઓમાંથી કુલ છ બોગસ ડોક્ટરોને પકડી લેવામાં આવ્યા છે, હળવદ પોલીસ મથકના પીઆઇ આર.ટી. વ્યાસના નેતૃત્વમાં દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં પાંચ બોગસ ડોક્ટરોને પકડી પાડવામાં આવ્યા હતા, આ ડોક્ટરો સરકાર માન્ય મેડિકલ ડિગ્રી વિના પ્રાઇવેટ કલીનીક ચલાવી રહ્યા હતા અને એલોપેથી દવાઓ દ્વારા દર્દીઓને ગેરકાયદેસર રીતે સારવાર આપી રહ્યા હતા. જે બોગસ તબીબ આરોપી ૧)સંદિપભાઇ મનુભાઇ પટેલ રહે. રુકમણી સોસાયટી, સરા રોડ, હળવદ (દવાખાનું લીલાપર ગામ ખાતે), ૨)વાસુદેવભાઇ કાંતીભાઇ પટેલ રહે.સુંદરભવાની તા.હળવદ મુળરહે. બેચરાજી જી.મહેસાણા(દવાખાનું સુંદરીભવાની ખાતે), ૩)પરીમલભાઇ ધિરેનભાઇ બાલા રહે.રણમલપુર તા.હળવદ મુળરહે.અશોકનગર તા.બિલાસપુર જી.રામપુર(યુ.પી.) (દવાખાનું રણમલપુર ગામ ખાતે), ૪)પંચાનન ખુદીરામ ઘરામી રહે. રાયસંગપુર ગામ, તા.હળવદ મુળ રહે. ગુપ્તા કોલોની તા.જી.પીલીભીતી (યુ.પી.) (દવાખાનું રાયસંગપુર ગામ ખાતે), ૫)અનુજ ખુદીરામ ઘરામી રહે. ઢવાણા તા.હળવદ મુળ રહે. ગુપ્તા કોલોની, તા.જી.પીલીભીતી (યુ.પી.) (દવાખાનું ઢવાણા ગામ ખાતે)ની ધરપકડ કરી અલગ અલગ કંપનીની ટેબ્લેટ તથા તબીબી સાધન સામગ્રી મળી કુલ કિ.રૂા.૫૧,૫૬૭/-નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

જ્યારે ટંકારા પોલીસ દ્વારા એક બોગસ ડોક્ટરને પકડી લેવામાં આવ્યો છે જેમાં ટંકારા તાલુકાના બંગાવડી ગામમાં ડૉ. જયકિશનભાઇ કાંતીભાઈ ભિમાણી નામના બોગસ ડોક્ટર લાયસન્સ વિના ભાડેના મકાનમાં મેડિકલ પ્રેક્ટિસ કરી માનવ આરોગ્ય સાથે ચેડા કરી રહ્યો હતો, ટંકારા પીઆઇ એસ.કે. ચારેલના માર્ગદર્શન હેઠળ મળેલ બાતમી હકીકત આધારે ઉપરોક્ત સ્થળે રેઇડ કરતા એક ઇસમ એલોપેથી દવા આપવાની કોઇ જ ડીગ્રી નહી હોવા છતાં લોકોને એલોપેથી દવા આપી મેડીકલ પ્રેકટીસ કરતા તથા માણસોના આરોગ્ય સાથે ચેડા કરતા મળી આવેલ હતો. આ સાથે આરોપી જયકિશનભાઇ કાંતીભાઈ ભીમાણી ઉવ.૩૨ રહે.ટંકારા ઇન્દ્રપ્રસ્થ-૫ મુળગામ જબલપુર તા.ટંકારા જી.મોરબીવાળાની ધરપકડ કરવામાં આવી હતી, ટંકારા પોલીસે સ્થળ ઉપરથી એલોપેથીક દવાઓ તથા ઇન્જેકશન મળી કુલ કી.રૂ. ૧,૩૬,૪૮૩/- નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.

મોરબી જીલ્લાના હળવદ અને ટંકારા પોલીસ દ્વારા પકડાયેલ તમામ આરોપી બોગસ ડોક્ટરો વિરુદ્ધ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવી અને આગળની વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!