Friday, December 27, 2024
HomeGujaratમોરબી:શ્વાસની બીમારી સબબ ૮૦ વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત,વાલી-વારસની શોધખોળ

મોરબી:શ્વાસની બીમારી સબબ ૮૦ વર્ષીય વૃદ્ધનું સારવાર દરમિયાન મોત,વાલી-વારસની શોધખોળ

મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે શ્વાસની બીમારી સબબ દાખલ તબાયેલ કરશનભાઇ ઉવ. ૮૦ નું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા હાલ પોલીસે લાશનું ઇન્કવેસ્ટ પંચનામું કરી મૃતદેહને પીએમ સહિતની તબીબી કામગીરી અર્થે સોંપી આપેલ છે, જ્યાં લાશનું પીએમ કરી લાશને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવેલ છે, હાલ પોલીસ દ્વારા મૃતકના વાલી-વારસની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી મળતી વિગતો અનુસાર કરશનભાઇ ઉમર આશરે ૮૦ વર્ષ રહે.મોરબી જેનુ પુરૂ નામ સરનામુ ન હોય કે વાલી વારસ મળી આવેલ ન હોય જેઓ પોતાની શ્વાસની બીમારી સબબ મોરબી સીવીલ હોસ્પિટલમાં આવતા, જેઓનું સારવાર દરમ્યાન મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મરણ જનારની લાશનુ મોરબી સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે પી.એમ. થઇ ગયેલ હોય અને મરણ જનારના વાલી-વારસ મળી આવેલ ન હોય અને બિનવારશી હોય જેથી મરણજનાર કરશનભાઈ ઉ.વ.આશરે ૮૦ રહે.મોરબી વાળાની લાશ મોરબી સરકારી હોસ્પીટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં રાખેલ છે

મૃતક વૃદ્ધ શરીરે પાતળો બાંધો વાને શ્યામ તથા માથે તથા દાઢી ઉપર ટુકા કાળા તથા સફેદ વાળ છે. તેમજ તેમના ડાબા હાથમા અંગ્રેજીમા H.H.ત્રોફાવેલ છે. જ્યારે જમણા હાથમાં ગુજરાતીમા “જય શકિત માં” તથા “તરસિંહ કૃપા” ત્રોફાવેલ છે અને શરીરે ગ્રે તથા કોફી કલરનુ ટુંકી બાયનુ ટી શર્ટ તથા કોફી કલરનુ પેન્ટ પહેરેલ છે. જેથી ઉપરોક્ત વર્ણનવાળી વ્યક્તિના કોઈ વાલી-વારસ અંગે જાણ થાય તો સીટી એ ડિવિઝન પોલીસ મથકના હેડ કોન્સ. યુ.જે.ટાપરીયા મોબાઇલ નં. ૯૩૨૨૭૦ ૨૭૧૦૨ અથવા મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન ટેલીફોન નં. ૦૨૮૨૨-૨૩૦૧૮૮ ઉપર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!