મોરબી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ આગામી તા.૨૧/૧૧/૨૦૨૫ના રોજ ૧૫:૦૦ કલાકે ” દરિયાલાલ ચેમ્બર્સની સામે ભક્તિનગર સર્કલ શકત શનાળા રોડ મોરબી ખાતે “શ્રી કમલમ્”નાં લોકાર્પણ માટે પધારનાર હોય, ત્યારે હાલની તેમની “Z+ મુજબની સુરક્ષા સલામતીને ધ્યાને લઇ, ગૃહમંત્રીના પ્રવાસ રૂટ ઉપર તથા કાર્યક્રમ સ્થળ ખાતે “નો ડ્રોન” તથા અન્ય “નો ફલાય ઝોન”‘ અંગેનું જાહેરનામું એસ.જે.ખાચર, અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, મોરા દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
તા.૨૧/૧૧/૨૦૨૫ના રોજ ૧૫/૦૦ કલાકે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના મોરબી જીલ્લાના સમગ્ર પ્રવાસ કાર્યક્રમ દરમિયાન પ્રવાસ રૂટ ઉપર તથા હેલીપેડ (શ્રી જોગ અન્નક્ષેત્ર સેવા આશ્રમની સામે રવાપર ઘુનડા રોડ મોરબીની આજુબાજુના ૧૦૦ મીટરના એરીયામાં તેમજ કાર્યક્રમ સ્થળ (“શ્રી કમલમ”, દરિયાલાલ ચેમ્બર્સની સામે, ભક્તિનગર સર્કલ, શકત શનાળા રોડ, મોરબીની આજુબાજુ સમગ્ર વિસ્તારમાં “નો ડ્રોન”UAV (Unarmed Aerial Vehicle) “ફલાઈ ઝોન” જાહેર કરી UAV (Unarmed Aerial Vehicle) કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલિત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરીયલ મિસાઇલ, હેલીકોપ્ટર, રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફટ કે પેરાગ્લાઇડર જેવા સંશાધનો ચલાવવા પર મનાઈ ફરમાવાઈ છે. આ હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાની અમલવારી તા.૨૧/૧૧/૨૦૨૫ના કલાક ૦૦:૦૦ થી ૨૪:૦૦ સુધી અમલમાં રહેશે.









