મોરબીના બેલા(રં) ગામે શિવાય કોલ કોર્પોરેશન કારખાનાની લેબર કોલોનીમાં રહેતી મૂળ મધ્યપ્રદેશ રાજ્યની વતન રંગીતા કિલારીયા જમરે ઉવ-૧૫ ગઇ તારીખ-૦૯ જૂન ૨૦૨૪ના સવારના સાડા અગ્યારેક વાગ્યા વખતે શિવાય કોલ કોર્પોરેશન કારખાનામાં પોતાના મોટાભાઇને જમવા માટે બોલવવા ગયેલ અને ત્યાંથી પરત આવતી વખતે રંગીતાના માથાના વાળ કન્વેયર બેલ્ટના મશીનમાં સલવાઇ જતા મોટર મશીનની લોખંડની પુલી માથાના પાછળના ભાગે લાગતા માથાના ભાગે ગંભીર ઇજા થવાથી સારવાર દરમ્યાન મોરબીની ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નિપજતા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.