મોરબી તાલુકાના જાંબુડીયા ગામની સીમમાં ફોરેન ડેકોર નામના કારખાનાના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની ધર્મેન્દ્રસિંહ માંગીલાલજી માલવીય નામના સીરામીક શ્રમિક પરિવારની ૧૯ માસની બાળકી લક્ષ્મીબેન ગઈકાલ તા. ૨૪/૦૪ના રોજ કારખાનામાં હોય તે દરમિયાન રમતા રમતા કોઈ પ્રવાહી પી ગઈ હતી, ત્યારે માસુમ બાળકીને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લાવવામાં આવી હતી, જ્યાં ટૂંકી સારવારમાં માસુમ બાળકીનું કરૂણ મૃત્યુ નીપજ્યું હતું, હાલ તાલુકા પોલીસે મૃત્યુના બનાવની અ. મોતની એન્ટ્રી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.