Friday, December 27, 2024
HomeGujaratમોરબી:છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ૪૪ વર્ષીય મહિલાનું મોત

મોરબી:છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ ૪૪ વર્ષીય મહિલાનું મોત

મોરબીમાં સામાકાંઠે આવેલ સોસાયટીમાં પોતાના ઘરે હોય ત્યારે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -
- Advertisement -

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં રહેતા ચિતલબેન હિતેષભાઈ નટવરભાઈ મકવાણા ઉવ.૪૪ ગઈકાલ તા.૨૭/૧૦ના રોજ પોતાના ઘરે હોય ત્યારે અચાનક છાતીમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. જેથી તેમના પરિવારજનો ચિતલબેનને મોરબી સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ ગયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરી હતી, ત્યારે પોલીસ ટીમ સ્થળ ઉપર પહોંચી મૃતક ચિતલબેનને મૃત્યુ અંગેની પ્રાથમિક વિગતો મેળવી સીટી બી ડિવિઝન ખાતે અ.મોતની નોંધ કરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!