મોરબીના નાની વાવડી ગામે રહેતા પૂંજાભાઈ મોતીભાઈ મકવાણા ઉવ.૬૭ ને હરસ તથા છાતીમાં દુખાવાની બીમારી હોય જે તબીબી સારવાર લેવા છતાં લાગુ પડશે બીમારીમાં કોઈ સુધારો થતો ન હોય જેથી કંટાળી જઈ ગઈકાલ તા. ૦૩/૧ ના રોજ પોતાના રહેણાંક મકાને પોતાની જાતે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પૂંજાભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. હાલ તાલુકા પોલીસે બીએનએસ ની કલમ ૧૯૪ હેઠળ બનાવની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.