મોરબીના વિજયનગર-૨ સોસાયટીમાં રહેતા ૬૮ વર્ષીય વૃદ્ધ કેશવજીભાઈ પરશોતમભાઈ પાડલિયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. તેઓને સારવાર અર્થે ખાનગી અને બાદમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.
મોરબી શહેરના આલાપ રોડ ઉપર આવેલી વિજયનગર-૨ સોસાયટીમાં રહેતા કેશવજીભાઈ પરશોતમભાઈ પાડલિયા ઉવ.૬૮ને તા. ૦૧ મેના રોજ સવારે અચાનક છાતીમાં અસહ્ય દુખાવો થતાં તેમના પરિવારજનો દ્વારા તત્કાલ મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાંથી વધુ સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરતાં હાર્ટ એટેકને કારણે તેમનું મૃત્યુ થયાનું જાહેર કર્યું હતું. મૃતકના પુત્ર હિરેનભાઈ પાડલિયા પાસેથી પોલીસે પ્રાથમિક વિગતો મેળવી આ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.