Saturday, October 5, 2024
HomeGujaratમોરબી : કંડલા બાયપાસ રોડ પર કારચાલકે હડફેટે લેતા બાઈકચાલકનું મોત

મોરબી : કંડલા બાયપાસ રોડ પર કારચાલકે હડફેટે લેતા બાઈકચાલકનું મોત

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વાવડી રોડ પર ક્રિષ્ના પાર્કમાં રહેતા શબીરભાઈ યુસુફભાઈ ઠેબાએ આરોપી મારુતી ફન્ટી કાર નં. જીજે-૦૩-ડીડી-૩૩૩૪નાં ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૭નાં રોજ મોરબીના કંડલા બાયપાસ રોડ પર પંચાસર ચોકડી થી વાવડી ચોકડી વચ્ચે આરોપી મારુતી ફન્ટી કાર નં. જીજે-૦૩-ડીડી-૩૩૩૪ ના ચાલકે પોતાની કાર પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવીને ફરિયાદીના ભાઈ તૌફીકભાઈનાં મોટર સાઈકલ નં. જીજે-૩૬-કયું-૭૬૯૦ને હડફેટે લેતા તૌફિકભાઈને જમણા પગે તથા ડોકનાં ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું મોત નીપજ્યું હતું. તો કાર ચાલક અકસ્માત સર્જી નાશી છુટ્યો હતો. મોરબી એ ડીવીઝન પોલીસે અકસ્માતનાં બનાવની ફરિયાદનાં આધારે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!