મોરબી જીલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ ૫૪ યુનિટ રક્ત એકત્રિત થયું.
મોરબીના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈ ખાતે GMERS મેડિકલ કોલેજ મોરબી અને તાલુકા હેલ્થ કચેરી ટંકારાના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ૫૪ યુનિટ રક્તનું કલેક્શન કરાયું હતું. જેમાં લજાઈ અને આસપાસના ગામના લોકોએ બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.
મોરબી જીલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ. સંજય શાહના સીધા માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકાના લજાઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ GMERS મેડિકલ કોલેજ મોરબી, તાલુકા હેલ્થ કચેરી ટંકારા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના સહયોગથી આ રક્તદાન કેમલનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પનું ઉદઘાટન ટંકારા-પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા તેમજ મોરબી જીલ્લા પંચાયતના વિવિધ સમિતિના ચેરમેન અને તાલુકા ભાજપના પ્રમુખો દ્વારા દિપ પ્રાગટ્ય સાથે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. ત્યારે આ કેમ્પમાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગને અનુરૂપ પોતાના હકારાત્મક અને પ્રેરણાદાયક વિચાર રજૂ કરીને લોકોને રક્તદાન કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કેમ્પમાં લજાઈ ગામ તથા આજુબાજુના ગામના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. ત્યારે કુલ ૫૪ યુનિટ રક્તનું સંગ્રહ થયું હતું.
આ કેમ્પને સફળ બનાવવા માટે જીલ્લા આરોગ્ય શાખાના અધિકારી સંઘાણીભાઈ, લેબ ટેકનિશિયન સેતાભાઈ, ટંકારા હેલ્થ ઓફિસર ડૉ. અક્ષય, લજાઈ મેડિકલ ઓફિસર ડૉ. સૃષ્ટિ ભોરણીયા તથા ટંકારા તાલુકા હેલ્થ સુપરવાઈઝર હિતેષભાઈ મેવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લજાઈના આરોગ્ય સ્ટાફે મહત્વનો ફાળો અને જહેમત ઉઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો.