મોરબીના જુના ઘુટુ રોડ ઉપર વિકાસ કારખાનાની મજૂર કોલોનીમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના વતની સતિષભાઈ જીતમાલજી માલવી ઉવ.૨૫ નામના યુવકને વતનમાં જવુ હોય અને હાલ પગાર થયેલ ન હોય જેથી તે બાબતે મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે મોરબી જુના ઘુટુ રોડ સીમ્પોલો સીરામીકની મજૂર કોલોની બીલ્ડીગ પાછળ આવેલ નદીમા ગઇ તા.૨૮ માર્ચના રોજ બપોરના સમયે કુદી જતા પાણીમા ડુબી જતા તેને સારવારમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોય, જ્યાં ગઈકાલ તા.૩૦/૦૩ના રોજ સતિષભાઈનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃત્યુના બનાવ અંગે મૃતકના મોટાભાઈ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.