Saturday, May 31, 2025
HomeGujaratમોરબી: વેન્યુ કાર અને ફ્લેટના હપ્તા ભરવા કાપડનો વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયો,...

મોરબી: વેન્યુ કાર અને ફ્લેટના હપ્તા ભરવા કાપડનો વેપારી વ્યાજના વિષચક્રમાં ફસાયો, ૯ વ્યાજખોર સામે ફરિયાદ.

મોરબીમાં રહેતા અને સુપર માર્કેટમાં કાપડના કટપીસની દુકાન ધરાવતા વેપારીએ પોતાની વેન્યુ કાર તથા ફ્લેટના હપ્તા ભરવા માટે વિવિધ વ્યાજખોર પાસેથી ટુકડે-ટુકડે લાખો રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા, હવે આ વ્યાજખોરોએ વ્યાજની રકમ વસૂલવા માટે પઠાણી ઉઘરાણી શરૂ કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યુ છે. જેમાં બે વ્યાજખોર દ્વારા વેપારી યુવક પાસેથી એક્ટિવા અને વેન્યુ કાર પણ બળજબરીથી પડાવી લીધી છે. ત્યારે આખરે વ્યાજખોરોના ત્રાસથી ત્રસ્ત થયેલ વેપારીએ કુલ ૯ વ્યાજખોર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા, એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisement -
- Advertisement -

મળતી વિગતો અનુસાર, ફરીયાદી દેવકુમાર ચેતનભાઈ સોરીયા ઉવ.૨૨ રહે. ફ્લેટ નં. ૪૦૨ ગીતાંજલી એપાર્ટમેન્ટ, ગોકુળમથુરા સોસાયટી વાળાએ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જયરાજભાઈ લુવાણા રહે.મોરબી રવાપર રોડ ક્રિષ્ના સ્કુલ પાસે, દેવ લુવાણા રહે. મોરબી બોનીપાર્ક રવાપર રોડ, હિમેશભાઈ મખીજા રહે. મોરબી આનંદનગર સોસાયટી દલવાડી સર્કલ પાસે, વિશાલભાઈ રહે.ગામ મોરબી, વિશાલ બોરીચા રહે.લતીપર તા. ધ્રોલ, જી.જામનગર, સાગર બારડ રહે. મોરબી દરબારગઢ, સઈદ અકરમ કાદરી રહે. મોરબી કાલિકા પ્લોટ, મારાજ રહે.ગામ મોરબી, આફ્રિદશેખ મોરબી વાવડી રોડ એમ કુલ ૯ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા અનુસાર દેવભાઈ મોરબી સુપરમાર્કેટમાં પ્રિયા કટપીસ એન્ડ સિલેક્શન નામની દુકાન ચલાવે છે. તેમણે પોતાની વેન્યુ કાર જીજે-૩૬-એએફ-૬૭૭૫ તથા ફ્લેટના હપ્તા ચૂકવવા માટે છેલ્લા એક વર્ષમાં મોરબીના કેટલાય શખ્સો પાસેથી લાખો રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા.

આ તમામ શખ્સોએ વ્યાજે રૂપિયા આપી તેના બદલામાં વેપારી દેવકુમાર પાસેથી આઇડીબીઆઈ બેંકના વિવિધ કોરા ચેકો સાઇન કરાવી લીધા હતા, જે બાદ દેવભાઈ જેમ જેમ વ્યાજની ચૂકવણી ન કરતા તેમ તેમ આ શખ્સો પઠાણી ઉઘરાણી કરી ધમકી આપવાનું શરૂ કર્યું હતું. જેમાં અમુક વ્યાજખોર તો બસ સ્ટેન્ડ નજીક દુકાન પાસે જઈ ધાકધમકી આપતા તેમજ પોતે હોય તે જગ્યાએ બોલાવી ધમકી આપતા, જેમાં આરોપી વિશાલ બોરીચાએ દેવભાઈનું એકટીવા રજી.નં. જીજે-૩૬-એએફ-૬૭૭૫ અને આરોપી આફ્રિદ શેખે વેન્યુ કાર બળજબરીથી પડાવી લીધી હતી. ત્યારે તમામ વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી તથા જાનથી મારી નાખવાની ધમકીથી કંટાળી વેપારી યુવકે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે તમામ આરોપીઓ સામે નાણા ધીરધાર અધિનિયમ અને ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!