મોરબી: ટંકારાના યુવકની મંગેતરના નામનું ઇન્સ્ટાગ્રામમાં ફેક આઇડી બનાવી અસ્લીલ મેસેજ અને એડિટ કરેલા ફોટા શેર કરનાર માટેલ ગામના લાલજીભાઈ ટોટા સામે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન તથા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારામાં ગોકુલનગરમાં રહેતા મહેશભાઈ લીમ્બાભાઈ ઝાપડા ઉવ.૧૯ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી લાલજીભાઈ રેવાભાઈ ટોટા રહે. માટેલ ગામ તા. વાંકાનેર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદમાં વિગતવાર જણાવ્યું કે, કોઈ શખ્સે તેમની સગાઈ થયેલી પત્નીના નામે ફેક ઈન્સ્ટાગ્રામ આઈ.ડી. બનાવી, તેમના એડિટ કરેલા ફોટા ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મૂક્યા હતા. આ ફોટાઓમાં ચહેરા પર ઈમોજી મૂકીને અસ્લીલ ભાષામાં શબ્દો લખીને વાયરલ કર્યું હતું. ઘટનાની તપાસમાં બહાર આવ્યું કે આ ફેક આઈ.ડી. લાલજીભાઈ રેવાભાઈ ટોટા રહે-માટેલ વાળા દ્વારા બનાવવામાં આવ્યુ હોવાનું જણાયું હતું. આરોપી લાલજીએ વોટસએપ પર પણ અશ્લીલ મેસેજ કરી, યુવકને અને તેની પત્નીને માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવ્યા હતા. આ સિવાય આરોપીએ ફોટા એડિટ કરીને અન્ય પુરુષ સાથે તેમની મંગેતરના ફોટા વાયરલ કરી, સાથે જ ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ પર “તારી પત્ની દવા પીવાનું કહે છે…” જેવા ધમકીભર્યા મેસેજ પણ મોકલ્યા હતા. હાલ તાલુકા પોલીસે મહેશભાઈની ફરિયાદને આધારે આરોપી તથા તપાસમાં ખુલ્લે તે તમામ વિરુદ્ધ બીએનએસ તેમજ આઇટી એક્ટ કલમ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.