મોરબી તાલુકાના નીચી માંડલ ગામ નજીક સિમેન્સ ગામેશા કંપની દ્વારા લગાવેલ પવનચક્કીનો દરવાજો તોડી તેમાં રહેલા કેબલ ચોરીનો પ્રયાસ કરનાર સીસી ટીવી કેમેરામાં દેખાતા અજાણ્યા બે આરોપીઓ વિરુદ્ધ અત્રેના પોલીસ મથકમાં પવનચક્કીની રખેવાળી, દેખરેખ રાખતી સિક્યુરિટી કંપનીના જવાબદાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર રાજકોટ યુનિવર્સીટી રોડ અર્ચના પાર્ક સોસાયટી શેરી નં.૬ માં રહેતા અજરૂદીન માનજીભાઇ પરમાર ઉવ-૩૮ એ મોરબી તાલુકા પોલીસ મથકમાં સીસીટીવી કેમેરામાં દેખાતા બે અજાણ્યા ઈસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગત તા.૧૦ જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ મોરબી તાલુકાના નીચી માંડલ ગામની સીમ કાલીકાનગર જવાના રસ્તે એલી માઇક્રો પાછળ સીમેન્સ ગામેશા લીમીટેડ કંપનીએ લગાવેલ પવનચકકીમાં ઉપર જવા માટે રાખેલ દરવાજાનો લોક તોડી પવનચકકીની અંદરનો કેબલ ચોરી કરવાના ઇરાદે તોડવાની કોશીષ કરનાર બે અજાણ્યા ઈસમો કે જેઓ સીસીટીવી કેમેરાના ફૂટેજમાં સ્પષ્ટ દેખાય આવે છે, તે બંને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ચોરીના પ્રયાસ કર્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી, હાલ તાલુકા પોલીસે આરોપી બંને અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.