Friday, December 27, 2024
HomeGujaratમોરબી - કચ્છ નેશનલ હાઇવે પર કન્ટેનરચાલકે ઠોકર મારતા કારને ભારે નુકસાન...

મોરબી – કચ્છ નેશનલ હાઇવે પર કન્ટેનરચાલકે ઠોકર મારતા કારને ભારે નુકસાન થતાં પોલીસ ફરીયાદ નોંધાઇ

મોરબી-કચ્છ નેશનલ હાઇવે પર કન્ટેનરચાલકે ઠોકર મારતા કારને ભારે નુકસાન થયું છે. સદ્નસીબે કોઈને ઇજા પહોંચી નથી. આ બનાવ અંગે કારચાલકે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં કન્ટેનરચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી ક્ચ્છ હાઇવે ઓર માળિયા મી.નજીક ગત તા. 6ના રોજ રાત્રીના 11 વાગ્યે મોરબીથી કચ્છ જતા ને.હા. પર દેવ સોલ્ટ કારખાના પાસે આરોપી અનીલકુમાર તેજનારાયણસિંહ (રહે-બીહાર)એ પોતાના ટ્રક કન્ટેનર રજી.નં GJ-12-BW-5720નુ પુર ઝડપે અને ગફલતભરી રીતે બેફીકરાઇથી ચલાવી ફરીયાદી અંશુલકુમાર વિનોદકુમાર કૌશીક (રહે. ભુજ)ની ઇનોવા કાર રજી. નં.GJ-12-BW-3059ને પાછળથી જમણી સાઇડમા ઠોકર મારતા કારનો પાછળનો કાચ, જમણી સાઇડના દરવાજા, દરવાજાના કાચ અને આગળનુ બમ્ફર તોડી નાખ્યા હતા. આથી, કારને આશરે રૂ. 2,00,000નું નુકસાન થયેલ છે. આ બનાવમાં પોલીસે આરોપી અનિલની અટકાયત કરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!