સ્કોર્પિયો અને ઇકો કારમાં તલવાર, કુહાડી, છરી તથા ધોકા સાથે ઘરે ધસી આવી આપી ધમકી
મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શોભેશ્વર રોડ મફતિયાપરામાં સંયુક્તમાં રહેતા પરિવારના મહિલા કે જેના દેવર સાથે દોઢ માસ પહેલા થયેલ ઝઘડાનો ખાર રાખી પડોસમાં જ રહેતા શખ્સે પોતાના સાગરીતો સાથે સ્કોર્પિયો તથા ઇકો કારમાં મહિલાના ઘરે આવી મહિલા તથા તેના દેવરને અને દેવરના મિત્રને બેફામ અપશબ્દો બોલી તલવાર, છરી જેવા તીક્ષ્ણ હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા બનાવ બાબતે મહિલા દ્વારા ચારેય શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
મળતી માહિતી અનુસાર મોરબીના શોભેશ્વર રોડ ઉપર કુબેર ટોકીઝ પાછળ આવેલ મફતિયાપરામાં રહેતા સંગીતાબેન વિનોદભાઈ વિષ્ણુભાઈ શીરોયા ઉવ.૨૫ એ મોરબી બી ડિવિઝન પોલીસમાં આરોપી આરીફભાઈ અબ્દુલભાઈ મિયાણા રહે શોભેશ્રવર રોડ મફતીયાપરા મોરબી, ઈકબાલ, અલ્તાફ તથા સાગીર એમ ચાર આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે સંગીતાબેનના દિયર રાહુલ તથા તેના મિત્ર વિશાલ સાથે આરોપી આરીફભાઇને દોઢેક માસ પહેલા ઝઘડો કરેલ હોય જે વાતનુ મનદુખ રાખી આરોપી આરીફ તથા તેના સગા સંબધીઓ ઈકબાલ તથા અલ્તાફ તથા સાગીર સાથે સ્કોર્પિયો તેમાં ઇકો ફોરવ્હીલ ગાડીઓમાં તલવાર, છરી, કુહાડી તથા લાકડાના ધોકા જેવા હથીયારો લઈ આવી સંગીતાબેનને તથા તેના દેવર રાહુલને અને વિશાલને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સંગીતાબેન દ્વારા ૧૦૯નંબર ઉપર પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચતા આરોપીઓ સ્થળ ઉપરથી નાસી ગયા હોય ત્યારે સમગ્ર બનેલ બનાવની સંગીતાબેન દ્વારા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ સામે આઇપીસીની જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધી તમામ આરોપીઓને પકડી પાડવા શોધખોળ શરૂ કરી છે.