Monday, March 31, 2025
HomeGujaratમોરબી:વ્યાજખોરી અને અપહરણ મામલે ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ.

મોરબી:વ્યાજખોરી અને અપહરણ મામલે ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ.

૪૦ લાખ રૂપિયા ઉપર માસિક ૧૫% અને ૩૦% વ્યાજ સાથે ૫૯ લાખ ચૂકતે કર્યા છતા વ્યાજખોરો દ્વારા અપહરણ-મારપીટ.

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વધુ એક વ્યાજખોરીમાં યુવકનું અપહરણ કરી માર મારવાની ઘટના સામે આવી છે, જેમાં યુવકે અલગ અલગ બે વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે લીધેલા રૂપિયાની ચુકવણી કરવા છતાં, વધુ રૂપિયાની લાલચે ફોન ઉપર અવાર નવાર ધમકી આપી માનસિક ત્રાસ આપતા વ્યાજખોરોએ કારમાં યુવકનું અપહરણ કરી તેને મૂંઢ માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ ઈસમો વિરુદ્ધ ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવતા, પોલીસે ત્રણેય આરોપીઓ સામે મનીલેન્ડ એક્ટ સહિતની કલમો હેઠન ગુનો નોંધી આરોપીઓની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગતો મુજબ, મોરબીના રાજપર ગામે રહેતા હરેશભાઇ ગોરધનભાઈ વડગાસીયા ઉવ.૩૪ એ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી રવીભાઈ સવજીભાઈ મારવણીયા રહે.રાજપર તા.જી.મોરબી, કેલ્વીનભાઈ પટેલ તથા વિશાલભાઈ વિનોદભાઈ પારેજીયા એમ ત્રણ આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી હરેશભાઈએ આરોપી રવિભાઈ પાસેથી વીશ લાખ ૩૦% ના વ્યાજે લીધેલ હોય અને રૂ.બત્રીસ લાખ ચુકવી આપેલ હોય તેમજ આરોપી વિશાલભાઈ પાસેથી કટકે કટકે રૂ.વીશ લાખ ૧૫ % તથા ૩૦ % વ્યાજે લઈ ૨૭ લાખ ચૂકવી દીધા હોય તેમ છતા વધુ રૂપીયા ચુકવવા અવાર નવાર ફોન તેમજ રૂબરૂ આવી ફરિયાદી હરેશભાઇને ધાક ધમકી આપતા હોય, તેમજ આરોપી વિશાલભાઈના સાઢુભાઈ આરોપી કેલ્વિનભાઈ થતા હોય, જેના મારફતે અવાર-નવાર વ્યાજે આપેલ રૂપીયાની ઉધરાણી કરાવતા હોય, ત્યારે ગઈ તા.૨૭/૦૩ના રોજ આરોપી રવિભાઈ તથા વિશાલભાઈએ ફરિયાદી હરેશભાઈને લખધીરપુર ગામની પ્રથમીમ શાળાના ગેઇટ પાસે બોલાવી, બળજબરીથી સ્વીફટ ગાડીમા અપહરણ કરી લઈ જઈ હરેશભાઈને શરીરે મુંઢ ઈજાઓ કરી,ભુંડા બોલી ગાળો આપી,જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે મુજબની ફરિયાદને આધારે બી ડિવિઝન પોલીસે ટર્સનેય આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!