Tuesday, March 4, 2025
HomeGujaratમોરબી:ફોર્ચ્યુનર કાર અને બુલેટ બાઇક વચ્ચે થયેલ અકસ્માત બાદ ઘર્ષણ બાબતે સામસામી...

મોરબી:ફોર્ચ્યુનર કાર અને બુલેટ બાઇક વચ્ચે થયેલ અકસ્માત બાદ ઘર્ષણ બાબતે સામસામી ફરિયાદ.

મોરબીના દલવાડી સર્કલ નજીક રાત્રીના ૯.૩૦વાગ્યાના અરસામાં ફોર્ચ્યુનર કાર દ્વારા આગળ જઈ રહેલ બુલેટ બાઇકમાં પાછળ ટક્કર લાગી અકસ્માત સર્જાયો હતો જે બાદ બંને પક્ષો દ્વારા સામસામી ફરિયાદ નોંધાવવામાં આવતા સીટી એ ડિવિઝન પોલીસે કુલ ૮ આરોપીઓ સામે ફરિયાદ નોંધી આગળની તપાસ ચલાવી છે.

- Advertisement -
- Advertisement -

જેમાં પ્રથમ પક્ષની ફરિયાદની પ્રાપ્ત વિગતો મુજબ, મોરબીના કંડલા હાઇવે રોડ મચ્છોનગરમાં રહેતા વિજયભાઈ થોભણભાઈ પરસાડીયા ઉ.વ.૨૮ અને તેમનો ટ્રક આઇસર ડ્રાઈવર બુલેટ રજી. નં. જીજે-૦૩-એ-૮૭૩૬ ઉપર સવાર થઈ ઉમિયા સર્કલ પાસે નાસ્તા માટે આવ્યા હતા. નાસ્તા કર્યા બાદ પરત મચ્છોનગર જતા હતા, તે દરમિયાન દલવાડી સર્કલ પાસે ફોર્ચ્યુનર કાર રજી. નં. જીજે-૦૩-એફકે-૦૨૫૬ ના ચાલકે બુલેટને પાછળથી ટક્કર મારી હતી. વિજયભાઈએ કાર ચાલકને ધ્યાનથી ચલાવવાનું કહેતા, જે બાદ કારમાં સવાર ચાર શખ્સોએ તેમનાં પર હુમલો કર્યો હતો, અને તેઓએ પહેલાં ઢીકા-પાટુનો માર માર્યો અને પછી ધોકા વડે હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ આરોપીઓ ફોર્ચ્યુનર કાર દલવાડી સર્કલ નજીક છોડીને જતા રહ્યા હતા જે મુજબની ફરિયાદ નોંધાવી હતી.

 

બીજી તરફ, ફોર્ચ્યુનર કાર ચાલક પાર્થભાઈ કૌશિકભાઈ ફેફર રહે. લીલાલર કેનાલ રોડ શ્યામ પેલેસ રમ નં.૫૦૨, મૂળ રહે.જબલપુર તા.ટંકારા એ પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી કે તેઓ અને તેમના ત્રણ મિત્રો પોતાના મામાની ફોર્ચ્યુનર કાર લઈને વાવડી ખાતે ક્રિકેટ રમવા જઇ રહ્યા હતા. તે દરમિયાન દલવાડી સર્કલ નજીક ભૂલથી બુલેટને ટક્કર લાગી, જેના કારણે બુલેટ ચાલકે તેના સાથે બોલાચાલી ઝઘડો કર્યો હોય, ત્યારે પાર્થભાઈએ બુલેટમાં થયેલ થોડી નુકસાની માટે દાસ થી ૧૫ હજાર આપવા સહમત થયા હતા પરંતુ બુલેટ ચાલકે વધારે રૂપિયાની માંગણી કરી હતી, જેની ના કહેતા બુલેટ ચાલકે ફોર્ચ્યુનર કારની ચાવી કાઢી લીધી હતી જે દરમિયાન અન્ય મોટર સાયકલમાં ધોકા લઈને આવેલ બે ઈસમો દ્વારા કારમાં આડેધડ ધોકા ફટકારી તમામ કાચ તોડી નાખ્યા હતા અને કર્મ નુકસાની કરીને તમામ ત્યાંથી ચાલ્યા ગયા હતા.

હાલ, સીટી એ ડિવિઝન પોલીસે બંને પક્ષની ફરિયાદને આધારે કુલ ૮ આરોપીઓ સામે ગુનો નોંધી, અકસ્માત સમયના સીસીટીવી ફૂટેજ તથા સાક્ષીઓના નિવેદનો લઈને આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!