મોરબીના લક્ષ્મીનગર ગામે રહેતા યુવકે ધંધા માટે રૂપિયા વ્યાજ ઉપર લીધા હોય ત્યારે તમામ રૂપિયા પરત આપવા છતા યુવક પાસે વધારે રૂપિયા અને વ્યાજની ઉઘરાણી કરી વ્યાજખોર સહિતના ત્રણ ઈસમોએ યુવકને છરી દેખાડી ગાળો આપી ઝઘડો કરેલ, ત્યારે ભોગ બનનાર દ્વારા તાલુકા પોલીસ મથકમાં ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, મોરની તાલુકાના લક્ષ્મીનગર ગામે રહેતા આશીષભાઈ રમેશભાઈ પાડલીયા ઉવ.૨૫ એ આરોપી હર્ષદભાઈ અમરશીભાઈ લીખીયા, નરેન્દ્રભાઈ અને લાલાભાઈ જયંતીભાઈ વિડજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરીયાદી આશીષભાઈને વર્ષ ૨૦૨૨-૨૩માં ધંધામાં રૂપિયાની જરૂરત ઉભી થતા આરોપી હર્ષદભાઇ પાસેથી રૂ.૫,૫૦,૦૦૦/- રૂપિયા પાચ ટકાએ લીધેલ હોય જે રૂપિયા ફરીયાદીએ આ હર્ષદભાઇને મુડીના રૂ. ૫,૫૦,૦૦૦/- તથા વ્યાજના રૂ.૮૫,૦૦૦/- આપી દીધેલ હોય તેમ છતા આરોપી હર્ષદભાઈએ અવાર-નવાર વ્યાજના રૂપિયા તથા મુડીના રૂપિયા બળજબરીથી ઉઘરાણી કરીને હેરાન પરેશાન કરી તથા આરોપી હર્ષદભાઇ તથા તેના સાઢુભાઇ આરોપી નરેન્દ્રભાઈ તથા તેનો સાળો આરોપી લાલાભાઇ એમ ત્રણેય ફરીયાદીને છરી બતાવી બળજબરી પુર્વક પૈસાની પઠાણી ઉઘરાણી કરી બોલાચાલી, ગાળાગાળી તેમજ ઝઘડો કરતા હોય જેથી આશીષભાઈ દ્વારા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલોસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો કર્યા બાબત.ગુન્હો બી.એન.એસ કલમ તથા નાણા ધીરધાર અધિનિયમ અને જી.પી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.