Friday, November 22, 2024
HomeGujaratમોરબી:વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ

મોરબી:વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા વ્યાજખોર સામે ફરિયાદ નોંધાઈ

મોરબીમાં ઊંચા વ્યાજે નાણા ધીરી તે વ્યાજની અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી ફોન ઉપર જાનથી મારી નાખવાની ધમકી આપનાર વ્યાજખોર સામે મૂળ ઓરિસ્સા રાજ્યના રહેવાસી યુવકે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
- Advertisement -

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ ઓરિસ્સા રાજ્યના પંનડાસી કોલોની ટાંકોલ ગામના વતની હાલ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શોભેશ્વર રોડ શાંતિવન સોસાયટીમાં રહેતા રાકેશભાઇ ગોબર્ધનભાઇ પેન્થોઇ ઉવ.૨૯ એ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી જયેશભાઇ વિનોદભાઈ કાનાબાર સામે ફરિયાદ નોંધાવી જાહેર કર્યું કે આરોપી જયેશભાઈએ અલગ અલગ સમયે ઉંચા વ્યાજે નાણા ધીરી ફરીયાદી રાકેશભાઈ પાસેથી બળજબરી પુર્વક સહીવાળા પાંચ કોરા ચેકો લઇ ફરીયાદી પાસે વ્યાજના વધુ રૂપીયાની અવાર નવાર પઠાણી ઉઘરાણી કરી ફોનમા જાનથી મારી નાખવાની ધમકી આપતા હોય જેથી કંટાળી જઈ ફરિયાદી રાકેશભાઈએ આરોપી સામે બંડ પોકારી અત્રેના પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, હાલ પોલીસે રાકેશબગાઈની ફરિયાદના આધારે આરોપી સામે મનીલેંડર્સ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!