Thursday, December 5, 2024
HomeGujaratમોરબી:ડોક્ટર પરિણીતાને મરવા મજબૂર કરનાર ડોક્ટર પતિ સામે ફરિયાદ નોંધાઈ

મોરબી:ડોક્ટર પરિણીતાને મરવા મજબૂર કરનાર ડોક્ટર પતિ સામે ફરિયાદ નોંધાઈ

બહેનને મરવા મજબૂર કરનાર બનેવી વિરુદ્ધ સાળાએ ફરિયાદ કરી

- Advertisement -
- Advertisement -

મોરબીના મહેન્દ્રનગર નજીક શુભ પેલેસમાં ભાડે રહેતા મૂળ ધ્રાંગધ્રાના હરીપર ગામના ડોક્ટર દંપતી પૈકી પરિણીતાએ બે મહિના અગાઉ પતિ દ્વારા આપવામાં આવતો માનસિક ત્રાસ તેમજ સાસરિયા દ્વારા પરિણીતાનું સ્ત્રી-ધન પોતાના કબ્જામાં રાખતા જે બાબતનું લાગી આવતા મોરબીના મહેન્દ્રનગર ભાડેના ફ્લેટમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો, જેથી બહેનને મરવા મજબૂર કરનાર બનેવી વિરુદ્ધ પરિણીતાના ભાઈ દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા હાલ પોલીસે સમગ્ર બનાવ બાબતે આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર હળવદના સરા રોડ ઉપર વસંતપાર્ક સોસાયટીમાં રહેતા સચિનભાઈ રમેશભાઈ દેસાઈ ઉવ.૨૬ એ ધ્રાંગધ્રા તાલુકાના હરીપર ગામે રહેતા અને રાજકોટ સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવતા તેમના બનેવી તેજસભાઈ નાગરભાઈ ભુવા વિરુદ્ધ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે સચિનભાઈના મોટાબહેન મીતાલીબેન જેઓને તેમના પતિ તેજસભાઈ સરખી રીતના રાખતા ના હોય અને ઘરમા માનસીક ત્રાસ દેતા અને ઘરની બધી જવાબદારી મીતાલીબેન ઉપર છોડી દિધેલ હોય જેનાથી કંટાળી ગયેલ હોય અને આ દુઃખ ત્રાસ સહન ન થતા મીતાલીબેને તેમના પતિ તેજસભાઈથી કંટાળી આત્મહત્યા કરવા જેવુ પગલુ ભરી લીધેલ હોય તેમજ સચિનભાઈ દ્વારા પોતાની બહેનને આપેલ સ્ત્રીધન તેની સાસરીમાં રાખેલ હોય તેમાં રહેલા દાગીના પણ કોઈ પ્રસંગોપાત પહેરવા આપતા ન હોય તેમજ હાલ પણ તે તેની સાસરીમાં પડેલ છે પાછુ આપેલ નથી. ત્યારે આ સમગ્ર બાબતને લઈને સચીનભાઈના બહેન મીતાલીબેને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોય જેથી બહેનને મરવા મજબૂર કરનાર આરોપી બનેવી તેજસભાઈ સામે ફરિયાદ નોંધાવી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!