પત્નીના મોબાઈલમાં અજાણ્યા છોકરાના ફોન આવતા હોવાની બાબતે ખેલાયો ખૂની ખેલ
મોરબીના બેલા ગામ નજીક આવેલ સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા પતિએ પત્નીના ચારિત્ર્ય અંગે શંકા કરી પત્નીની કરપીણ હત્યા નિપજાવી સ્થળ ઉપરથી નાસી ગયો હતો, હાલ પોલીસે હત્યારા આરોપી પતિ વિરુદ્ધ ગુનો નોંધી તેને પકડી પાડવા તજવીજ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ એમપી. રાજ્યના રાજગઢ જીલ્લાના સાવરસ્યા ગામે રહેતા સુનિલ રાધેશ્યામ માલવીય એ મોરબી તાલુકા પોલીસ મથકમાં આરોપી કનૈયાલાલ ઉર્ફે ક્રિષ્ના ગોકુલપ્રસાદ માલવીય રહે. કિઠોર તા.ગુલાના જી.સાજાપુર(એમ.પી.) હાલ- મુરાનો સીરામીક ફકેટરીમાં લેબર ક્વાર્ટરવાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે આરોપી કનૈયાલાલની પત્નિ ધાપુબાઇ છેલ્લા છ-સાત મહીનાથી તેના વતનમાં રહેતી હોય અને તેનો મોબાઇલ ફોન તેના પતિ કનૈયાલાલ પાસે હોય જે ફોનમાં કોઇ અજાણ્યા છોકરાના ફોન આવતા હોવાથી, આરોપીને ધાપુબાઇ ઉપર શંકા ગયેલ હોય અને ગઈકાલે પત્ની ધાપુબાઈ મોરબી આવી હોય ત્યારે આરોપીએ ધાપુબાઇને કહેલ કે તારા ફોનમાં કોઇ છોકરાનો ફોન આવે છે. તારે તેની સાથે શું સબંધ છે? તેમ કહી ધાપુબાઇ ઉપર ચારિત્રય અંગેની શંકા કરી, ઝગડો કર્યો હોય ત્યારે એકદમ ઉશ્કેરાયેલ પતિ કનૈયાલાલે છરીથી મારી નાખવાના ઇરાદે ધાપુબાઈને ગળાના ભાગે છરીના ઘા મારી ગળાના ભાગે કાપા જેવી ગંભીર ઇજા કરી, હત્યા નિપજાવી હતી, ત્યારે હત્યાના બનાવની પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો બનાવ સ્થળે પહોંચી પ્રાથમિક વિગતો મેળવી હત્યારા પતિ સામે હત્યાની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.