Wednesday, October 30, 2024
HomeGujaratમોરબી:૧૬ વર્ષીય સગીરને વ્યાજના વિષચક્રમાં ફસાવનાર ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

મોરબી:૧૬ વર્ષીય સગીરને વ્યાજના વિષચક્રમાં ફસાવનાર ત્રણ સામે ફરિયાદ નોંધાઈ

આઈફોન વાપરવાની ઘેલછામાં પૂર્વ આયોજિત કાવતરાનો શિકાર બનેલ સગીરના પિતાને જાનથી મારી નાખવાની ધમકી

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વાલીઓ માટે લાલબત્તી જેવા કિસ્સામાં ધોરણ ૧૧માં અભ્યાસ કરતા સગીરને આઈફોન મોબાઇલ ફોન વાપરવાની ઘેલછા મોંઘી પડી હતી. જેમાં મોબાઇલ ફોન આપી પૂર્વ આયોજિત કાવતરાનો શિકાર થયેલ સગીરને રૂપિયા ૪૦ હજાર ૩૦% વ્યાજે આપી વ્યાજખોર રોજના ૧ હજાર પડાવતા હતા. ત્યારે સમગ્ર બનાવની જાણ સગીરે તેના પિતાને કરતા તેને તેના મિત્ર સાથે રાખી વ્યાજખોરને ૩૦ હજાર ચૂકતે કરી સમાધાન કરી લીધું હોવા છતાં વધુ રૂપિયાની લાલચે સગીરના પિતાને અન્ય માથાભારે ઈસમ દ્વારા ફોન કરી બીજા ૧ લાખ વ્યાજે આપ્યાનું કહી જાનથી મારી નાખવાની ધમકી આપતા સગીરના પિતાએ હાલ મોરબી એ ડિવિઝનમાં ત્રણ માથાભારે વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ મૂળ નેસડા ખાનપરના વતની હાલ રવાપર રોડ ફરિયાદીએ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી (૧)દેવ અશોકભાઇ પનારા રહે.શકિત ટાઉનશીપ રવાપર ઘુનડા રોડ મોરબી (૨)જયરાજભાઇ રમેશભાઇ જારીયા રહે.રવાપર ઘુનડા રોડ ઉમીયાનગર પાસે મોરબી (૩)કિશન ગઢવી રહે.કાલીકા પ્લોટ મોરબી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ફરિયાદીનો સગીર દીકરો ધોરણ ૧૧ માં અભ્યાસ કરે છે ત્યારે આજથી ૧૫ દિવસ પહેલા તેના મીત્ર જગદીશ ચીખલીયા પાસેથી આઇફોન એક્સ મોબાઇલ ફોન વાપરવા માટે લઇ આવેલ હતો અને આ આઇફોન એકસ મોબાઇલની ડીસપ્લે તુટી ગયેલ હતી જેથી આ મોબાઇલ તેના મિત્ર જગદીશને પાછો આપવા ગયેલ ત્યારે કહેલ કે મોબાઇલની ડીસપ્લે તુટી ગયેલ છે તો તેનો ખર્ચો આપવો પડશે જેથી આ મોબાઇલ ક્રીષ્ના મોબાઇલ શોપમાં ૬૫૦૦/- રૂપિયામાં મોબાઇલ રીપેરીંગ થઇ જતા સગીર એ તેના મીત્રને આ મોબાઇલ પરત આપી દીધેલ હતો અને તે મોબાઇલ અન્ય મિત્ર શુભ અમૃતીયાએ થોડા દીવસમાં મોબાઇલના મૂળ માલીક જયરાજભાઈ જારીયાને આપી દીધેલ હતો.

આ પછી વ્યાજખોરોએ પોતાની મેલી મુરાદ પાર પાડવા પૂર્વ આયોજિત રૂપિયા પડાવવા આઠેક દીવસ પહેલા સગીર ક્રીકેટ એકેડમી ક્લાસમાંથી ઘરે આવતો હતો ત્યારે આ જયરાજભાઈ જારીયા તથા જગદીશ ચીખલીયા તથા દેવ પનારાએ રવાપર ગામ ખાતે આવેલ જયરાજ જારીયાના ઘર પાસે ઉભો રાખેલ અને કહેલ કે મોબાઈલની સ્ક્રીન તોડી નાખેલ હોય તે મોબાઇલના રૂપીયા – ૪૦,૦૦૦/- તારે આપવા પડશે તેમ વાત કરતા માનસે આરોપી જયરાજભાઇ જારીયાને કહેલ કે મોબાઇલ પરત આપી દીધેલ છે તો મારે શેના માટે રૂપીયા આપવાના તેમ કહેતા આરોપી જયરાજે ફરિયાદીના સગીર પુત્રને ધમકી આપતા કહેલ કે મારી પાસે રૂપીયા નથી ત્યારે આરોપી દેવ પનારાએ સગીર ને રૂ. ૪૦,૦૦૦/- માસીક ૩૦ ટકા વ્યાજે જયરાજભાઈ જારીયા પાસેથી લઇને આપેલ હતા. ત્યારે વ્યાજપેટે રૂપીયા ૧૦૦૦/- લેખે આઠ દીવસ સુધી વ્યાજ લીધેલ હોય.

આથી અતિ ગભરાઈ ગયેલા ફરિયાદીના પુત્ર એ પોતાના પિતા ફરિયાદી ચેતનભાઈને સમગ્ર બાબતે વાત કરતા ચેતણભાઈએ તેના મિત્રને સાથે રાખી આરોપી જયરાજભાઈને આજથી ચારેક દીવસ પહેલા મુદ્દલ તરીકે સંપૂર્ણ રૂપિયા ૩૦,૦૦૦/- આરોપીને ચૂકવી આપવા છતાં આરોપી જયરાજભાઇએ ચેતનભાઈને ફોન કરી કહેલ કે ‘તમે મારા માણસ દેવ પનારાને શું કામ ખીજાણા તેમ કહી ફોન કરીને ગાળો આપી ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ અને બાદમાં આરોપી કિશન ગઢવી નામના વ્યકિતએ ચેતનભાઈને મોબાઇલ ઉપર ફોન કરી કહ્યું કે તારા દીકરાએ મારી પાસેથી રૂપીયા ૧,૦૦,૦૦૦/- લીધેલ છે તેવી ખોટી વાત કરી રૂપીયાની ઉઘરાણી કરી વધુ રૂપિયાની માંગણી કરી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે સમગ્ર મામલે ફરિયાદીએ કંટાળી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે હાલ ત્રણેય આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ નાણા ધીરધાર અધિનિયમ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!