પોલીસે કારમાંથી ૨.૭૩ લાખના દારૂનો જથ્થો કબ્જે કર્યો,આરોપીઓની શોધખોળ.
મોરબીના શકત શનાળા ગામે સીટી એ ડિવિઝન પોલીસે પૂર્વ બાતમીને આધારે રેઇડ કરી હતી, જેમાં પ્લોટ વિસ્તારમાં ઉભેલી ક્રેટા કારમાંથી વિદેશી દારૂની ૨૮૮ નંગ બોટલ મળી આવતા, પોલીસે કાર સહિત કુલ કિ.રૂ.૭.૭૩ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળી કે શકત શનાળા પ્લોટ વિસ્તારમાં રેઢી પડેલી એક કાળા કલરના કાચવાળી ક્રેટા કાર રજી.નં. જીજે-૩૬-એલ-૯૧૭૯માં વિદેશી દારૂની તીવ્ર ગંધ આવે છે. જેથી તુરંત પોલીસે ઉપરોક્ત સ્થળે રેઇડ કરી હતી, ત્યારે રેઢી પડેલી કારની તલાસી લેતા તેમાથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૨૮૮ નંગ બોટલ કિ.રૂ.૨,૭૩,૫૭૬/- મળી આવી હતી, જેથી એ ડિવિઝન પોલીસે ક્રેટા કાર કિ.રૂ.૫ લાખ તથા વિદેશી દારૂનો જથ્થો એમ કુલ રૂ.૭,૭૩,૫૭૬/-નો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પોલીસે ક્રેટા કાર રજી. નંબર આધારે આરોપીઓના સગડ મેળવવા તપાસ ના ચક્રો ગતિમાન કર્યા છે.