મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ જીલ્લા કલેક્ટર દ્વારા પ્રસિદ્ધ કરાયેલ જાહેરનામા અનુસંધાને તપાસની કામગીરીમાં હોય તે દરમિયાન લખધીરપુર રોડ ઉપર ફ્રીટો નામના ગોડાઉનમાં ચેકીંગ હાથ ધરતા આ ગોડાઉન મનીષભાઈ મનસુખભાઇ લકુમના નામે હોય જે ગોડાઉન અન્ય વ્યક્તિને ભાડે આપ્યું હોય જેની વિગતો પોલીસ મથકમાં ન આપ્યા હોવાનું સામે આવ્યું હતું, જેથી આરોપી મનીષભાઈ મનસુખભાઇ લકુમ ઉવ.૩૬ રહે.મોરબી માધાપર શેરી નં.૧૩ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૨૨૩ હેઠળ જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.