Monday, April 29, 2024
HomeGujaratમોરબી એ ડિવિઝન પીઆઈને અંતે લીવ રિઝર્વ માં મુકાયા : ત્રણ પીઆઈ...

મોરબી એ ડિવિઝન પીઆઈને અંતે લીવ રિઝર્વ માં મુકાયા : ત્રણ પીઆઈ અને પીએસઆઈ ની આંતરિક બદલીઓ

મોરબી માં છેલ્લા કેટલાક સમયથી પીઆઈ ની બદલીઓ થતાં જગ્યાઓ ખાલી પડી હતી જેમાં આજે મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા ત્રણ પીઆઈ ની આંતરિક બદલીઓ કરી છે.

- Advertisement -
- Advertisement -

મોરબી એસપી રાહુલ ત્રિપાઠી દ્વારા મોરબી શહેર એ ડિવિઝન નાં કડક પીઆઈ ની છબી ધરાવતા પીઆઈ એમ પી પંડ્યા ને લીવ રિઝર્વ માં મુકવામાં આવ્યા છે જેમાં એ ડિવિઝન માં નવા પીઆઈ તરીકે એચ. એ.જાડેજા ની નિમણુક કરાઈ છે આં ઉપરાંત લીવ રિઝર્વ અને મોરબી તાલુકા પોલીસમથકના ચાર્જમાં રહેલા કે. એ.વાળા ને કાયમી કરી મોરબી તાલુકા પીઆઈ તરીકે નિમણુક કરાઈ છે જ્યારે લીવ રિઝર્વ માં રહેલા ત્રણ પીએસઆઈની પણ બદલીઓ કરવામાં આવી છે જેમાં લીવ રિઝર્વ અને ટંકારા ચાર્જમાં રહેલા એચ.આર.હેરભા ને ટંકારા,સી.એમ.કરકર ને રીડર પીએસઆઈ અને એમ.જે.ધાંધલ ને હળવદ પોલીસ મથકમાં નિમણુક આપવામાં આવી છે.

મોરબી એ ડિવિઝન પોલીસ મથક મહત્વનું માનવામાં આવે છે ત્યારે લાંબા સમયથી એ ડિવિઝન પીઆઈ તરીકે ફરજ બજાવી રહેલા મયંક પંડ્યાનાં કાર્યકાળ દરમ્યાન તેઓ ચર્ચામાં રહ્યા હતા જેમાં સ્ટેટ મોનીટરીંગ સેલની રેડ, ગેરકાયદેસર દબાણ સામે લેન્ડ ગ્રેબિગ ની ફરિયાદો, વ્યાજ સામે કડક કાર્યવાહી અને દારૂ જુગાર મામલે ચર્ચા માં ચમકતા રહ્યા હતા તો અનેક ગુનેગારો અને આવારા તત્વો સામે પણ લાલ આંખ કરી હતી ત્યારે  દબંગ અને પોતાની આગવી કામગીરીથી ચર્ચામાં રહેલા એ ડિવિઝન પીઆઈ એમ પી પંડ્યા ને લીવ રિઝર્વ માં બદલી કરી સાથે સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પીઆઈ તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે .

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!