મોરબી શહેરમાં લગાવેલ નેત્રમ કેમેરા તેમજ હ્યુમન સોર્સને આધારે સીટી એ ડિવિઝન પોલીસે ૬૦ વર્ષીય વાહન ચોર ઇસમને ચોરાઉ એકટીવા સાથે પકડી લેવામાં આવી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના મુજબ મોરબી શહેરમા બનતા મિલ્કત સંબંધી બનાવો અટકાવવા તેમજ શોધી કાઢવા માર્ગદર્શન આપેલ હોય તે મુજબ મોરબી શહેરમા લગાવેલ નેત્રમ સી.સી.ટીવી.કેમેરા તેમજ હયુમન સોર્સીસ આધારે સીટી એ ડિવિઝન પોલીસ મથકના રાજદીપસિંહ રાણા, હિતેષભાઇ ચાવડા તથા સિધ્ધરાજસિંહ જાડેજાને ખાનગીરાહે બાતમી મળેલ બાતમીને આધારે ચોરીમા ગયેલ સફેદ એકટીવા રજી.નં. જીજે-૦૩-એફએસ-૯૩૨૫ સાથે એક ઈસમ શહેરના જેલ ચોકથી મળી આવતા તેની પાસે મોટરસાયકલના કાગળો માંગતા નહી હોવાનુ સામે આવ્યું હતું, જેથી પોકેટ કોપથી સર્ચ કરતા આ એકટીવા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ચોરીની ફરિયાદ મુજબનુ ચોરીનુ હોવાનુ જણાતા તુરંત આરોપી મુસ્તાકભાઇ અબ્દુલભાઇ કાસમભાઇ ચાનીયા ઉવ.૬૦ રહે.મોરબી કાલીકાપ્લોટ વાળાની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.