મોરબીના માળીયા હળવદ હાઇવે રોડ ઉપર અણીયારી ટોલનાકા પાસે ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. એલિટ પેપર મિલના વેસ્ટ પેપરના મોટા જથ્થામાં વિકરાળ આગ લાગી જવા પામી હતી. આગ લાગતાં મોરબી, ધ્રાંગધ્રા, હળવદ ઉપરાંત રાજકોટથી ફાયર વિભાગની ટીમોને બોલાવવામાં આવી હતી.
મોરબીના માળીયા હળવદ હાઇવે રોડ ઉપર અણીયારી ટોલનાકા પાસે ફેક્ટરીમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. એલિટ પેપર મિલના વેસ્ટ પેપરના મોટા જથ્થામાં વિકરાળ આગ લાગી જવા પામી હતી. કારખાનાના ગોડાઉનમાં ભરેલ માલમાં કોઈ કારણોસર આગ લાગતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. મોટા પ્રમાણમાં આગ લાગી હોવાથી મોરબી, ધાંગધ્રા, હળવદ રાજકોટથી ફાયરની ટીમો બોલાવવામાં આવી હતી.